હિંમતનગર આયુર્વેદ હોસ્પિટલમાં વિવિધ કર્મો થકી ૩૬ હજારથી વધુ લોકોને રોગમુક્ત કરી આરોગ્ય પ્રદાન કર્યું

0
20
વાત્સલ્યમ્ સમાચાર

IMG 20230119 WA0185 IMG 20230119 WA0186 IMG 20230119 WA0184

 

હિંમતનગર આયુર્વેદ હોસ્પિટલમાં વિવિધ કર્મો થકી ૩૬ હજારથી વધુ લોકોને રોગમુક્ત કરી આરોગ્ય પ્રદાન કર્યું

*********

મહિલાઓની શારીરિક માનસિક સમસ્યાઓનો ઉપચાર આયુર્વેદમાં મળી રહે છે – ડો. કલ્પેશ જોશી

************

આયુર્વેદ અને હોમિયોપેથી બંને સારવાર એક જ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે

*******

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આયુષ કચેરી ગાંધીનગર સંચાલિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ મહેતાપુરા હિંમતનગર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે કોરોનાકાળમાં આપણે આપણી ભારતીય આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ ઉપર વિશ્વાસ કરી ફરીથી આ પદ્ધતિથી રોગમુક્ત બનવા માટેના ઉપાયો અપનાવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આયુર્વેદ હોસ્પિટલના મેડીકલ ઓફીસર શ્રી ડો. કલ્પેશભાઈ જોશી (ગોલ્ડ મેડાલિસ્ટ) જણાવે છે કે, આ હોસ્પિટલમાં બે મેડિકલ ઓફિસર પોતાની સેવાઓ આપે છે. આયુર્વેદિક ઉપચારો ખૂબ જ અસરકારક છે આયુર્વેદિક પદ્ધતિથી રોગને જળમૂળથી મટાડી શકાય છે. મહિલાઓ માટે તો આયુર્વેદ ખૂબ જ લાભદાયી છે તેમની શારીરિક માનસિક સમસ્યાઓનો ઉપચાર આયુર્વેદમાં મળી રહે છ. પંચકર્મ અંતર્ગત વમન, વિરેચન, બસ્તિકર્મ, નસ્યકર્મ, રક્તમોક્ષણમ કર્મ ઉપરાંત મર્મચિકિત્સા, અગ્નિકકર્મ, વિધ્ધકર્મ, શિરોધાર, અપાંગ, સ્વેતી, જાનુબસ્તિ, કટિબસ્તિ જેવા અનેક કર્મો છે જે રોગોને જળમૂળથી મટાડે છે. શરીરને સ્ફૂર્તિવાન અને તાકાતવાન બનાવે છે. શરીરના તમામ રોગો મટવાથી શારીરિક તેમજ માનસિક રીતે વ્યક્તિ મજબૂત બને છે.

 

ડો.કલ્પેશભાઇ વધુમાં જણાવે છે કે, વર્ષ ૨૦૨૨ની વાત કરીએ તો જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીમાં ૨૬,૭૬૧ દર્દીઓએ આયુર્વેદિક હોસ્પિટલમાં પોતાનો ઉપચાર કરાવ્યો છે. જેમાં ૪,૯૬૫ દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. જરા (વૃધ્ધત્વ) રોગના ૫૬૫૫ દર્દીઓએ સારવાર લીધી છે. આઈપીડી અને ઓપીડી પેશન્ટ તરીકે વિવિધ કર્મના ૩૬,૩૨૪ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના ઘણા બધા ગામડાઓમાં આયુર્વેદિક હોસ્પિટલો જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત છે પરંતુ ત્યાં દર્દીને દાખલ કરવાની વ્યવસ્થા ન હોવાથી તે તમામ દર્દીઓ હિંમતનગર આયુર્વેદિક હોસ્પિટલ ખાતે દાખલ થઈ સારવાર લઈ શકે છે. વધુમાં તેઓ જણાવે છે કે વર્ષ દરમિયાન ૧૧ જેટલા કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં ૧૬૮૫ દર્દીઓએ લાભ લીધો સાથે ૨૭ જેટલા વ્યાખ્યાનો થકી આયુર્વેદિક ઉપચાર પદ્ધતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જેમાં ૮,૩૪૯ લોકોએ લાભ લીધો હતો.

વધુમાં તેમણે ઉમેર્યું કે અહીં જન્મથી લઈ બાર વર્ષ સુધીના ૧૯૫૪ બાળકોને દર મહિને પુષ્પ નક્ષત્રમાં સુવર્ણપ્રાશન કરાવવામાં આવ્યું હતું. જેથી બાળકમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે તેની શારીરિક અને માનસિક ક્ષમતાઓમાં વધારો થાય છે. વર્ષ દરમિયાન સ્વાસ્થ્યરક્ષા અમૃતપેય ઉકાળાનો ૪૮,૯૩૪ લોકોએ લાભ લીધો છે. આંગણવાડી અને શાળાઓમાં આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યા જેમાં ૯૨૭ બાળકોએ લાભ લીધો હતો. વર્ષ દરમિયાન ૨૭૪ દિવસ ઓપીડી ચાલી હતી જ્યારે આઈપીડીમાં ૩૬૫ દિવસ હોસ્પિટલના સ્ટાફે ખડે પગી રહીને દર્દીઓની સેવા કરી છે.

આ હોસ્પિટલમાં હોમિયોપેથી મેડીકલ ઓફિસર ડો.અવની ચૌધરી દ્રારા હોમિયોપેથી સારવાર ઉપલબ્ધ છે. સ્ત્રી પંચકર્મ અને પુરુષ પંચકર્મ વિભાગ છે. દર્દીઓને દાખલ કરવાની સાથે સારામાં સારી સેવાઓ આપવામાં આવી રહી છે. આ હોસ્પિટલમાં ૭ સ્પેશિયલ રૂમ, ૩ સેમી સ્પેશિયલ રૂમ ઉપલબ્ધ છે, જેમાં ૨૫ દર્દીઓ દાખલ થઈ શકે છે. આરોગ્યપ્રદ ભોજન અને શુદ્ધ પાણી મળી રહે તેવી સુવિધા છે તેમજ દર્દીઓને ગરમ પાણી માટે ગીઝર,ઇલેક્ટ્રીક સઘળી જેવી નાનામાં નાની સુવિધાઓ નિ:શુલ્ક ઉપલબ્ધ છે.

રિપોર્ટ,જયંતિ પરમાર

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews