DHARAMPURVALSAD

ધરમપુરના સિદુમ્બર અને આવધામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૩ ડિસેમ્બર

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સિદુમ્બર અને આવધા ગામમાં તા. ૧૨ ડિસેમ્બરના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જેમાં ૧૨૦૦થી વધુ લોકોએ ભાગ લઈ માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં કુલ ૧૧૬૮ લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં ૬૩૧ લોકોએ ટીબી અને ૧૨૦ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સ્થાનિક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૨ મહિલાઓએ પીએમ ઉજ્જવલ્લા યોજનામાં નોંધણી કરાવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી, સરકારની વિવિધ યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે આવાસ યોજના, આઈસીડીએસની પોષણ અભિયાન યોજના, મિશન મંગલમ યોજના, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અને આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થીઓએ ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ સફળ વાર્તા રજૂ કરી હતી.  કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને ઘર આંગણે મળી રહે એ નિર્ધાર સાથે ‌રાજ્યની સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!