વાલમ પાર્કના સાધારણ ઘરના લોકોએ રૂપિયા ઉઘરાવી ચાલવા જોગ રસ્તો બનાવ્યો – અમૃત મકવાણા
તા.16/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓના નામે હૈયા વરાળ સિવાય કશું નથી ત્યારે સુરેન્દ્રનગર ૮૦ ફૂટ રોડથી ઉમિયા ટાઉનશિપ ૭ તરફ રણજીતનગર પાસેના વાલમ પાર્કના રહીશોએ આવવાં જવા માટે ઘર દિઠ 500-500 રૂપિયા ઉઘરાવી ચાલવા જોગ રસ્તો બનાવ્યો હતો ત્યારે આ વિસ્તારની અમૃતભાઈ એ મુલાકાત લીધી ત્યારે ત્યાંના રહીશોએ હૈયા વરાળ ઠાલવી રહ્યા હતા ત્યારે લાઈટ માટે થાંભલા નખાવ્યા તેના નાણાં પણ સ્થાનિકોએ આપ્યા છે ગટરનું ગંદું પાણી પીવાનાં પાણી સાથે ભળે છે અને એ પાણી મહાનગરપાલિકા દ્વારા વિતરણ થાય છે પરિણામે આર્થિક સગવડ ન હોવા છતાં પીવા માટે મિનરલ વોટર મંગાવવા મજબુર છે વરસાદી પાણી એટલું ભરાય છે કે સ્થાનિકો કોઈ બેટમાં રહેતાં હોય એવો અહેસાસ થાય છે ચૂંટણી સમયે પાયલાગણ કરતાં એક પણ નેતા અત્યારે ડોકાતા નથી માનનીય કમીશ્નર અને નાયબ કમિશનર પણ ઊભા રોડે મુલાકાત કરે છે જ્યાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી ત્યાં કોઈ જતું પણ નથી તેવું જણાવ્યું હતું.