હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવિત્ર મહોરમ નીમીત્તે તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યા

હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવિત્ર મહોરમ નીમીત્તે તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યા
કરબલાના મેદાન માં હઝરત ઇમામ હુસૈન અને આપના વ્હાલા કુટુંબીજનો અને આપના વફાદાર સાથીદારો સાથે કરબલાના મેદાનમાં શહાદત શહીદી વ્હોરી છે. તે મુજબ કરબાલના શહીદોની યાદમાં તાઝીયા ઝુલુસ તેમજ વાએજ મીઝલ્સ નીફલ રોઝા, નમાઝ સહિતની ઇબાદતો કરી ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
પવિત્ર મહોરમનો તહેવાર સમગ્ર સાબરકાંઠા જીલ્લામાં સુલેહ શાંતિ સાથે અને કોમી એક્તા અને ભાઈચારાના માહોલમાં આ તહેવાર સંપન્ન થાય તે માટે જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે સુલેહશાંતિ અને ભાઈચારા સાથે મોહરમનો પર્વ ઉજવાય તે માટે આ અગાઉ સાબરકાંઠા જીલ્લા કલેકટર જીલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સંબંધીત વિભાગના અધિકારીઓ આગેવાનોની સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી. જેમાં હિંમતનગર ઇડર તેમજ ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઇલોલ કનાઈ વકતાપુર ગામે મોહરમ ની 9 અને 10 તારીખના રોજ શાંતિના માહોલમા કોમી એકતા સાથે જુલુસ નીકળલ આ દિવસોમાં સાથે સાથે મુસ્લિમ યુવાનો દ્વારા પર્યાવરણને બચાવવા માટે વૃક્ષ વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમાં દરેક અઝાદાર ભાઈઓ અને ગામના લોકોએ સાથસહકાર આપેલ. તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેમજ સ્ટાફ જુલુસ દરમિયાન ટ્રાફિક તેમજ અન્ય કોઈ બનાવ ના બને તે માટે કાર્યરત રહ્યા હતા. અને આ પ્રસંગે ઇલોલ તેમજ ગામના આજુબાજુના લોકોએ તાજીયા ના ઝુલુસ દરમિયાન તાજ્યાનમાં નારિયેળ ચડાવી તેમજ દર્શન કર્યા હતા. 10 મોહરમ એટલે 72 શહીદોએ શહીદી વોહરી હતી
હિંમતનગર શહેરના અશરફ નગર કસ્બા વિસ્તારમાં તેમજ હાજીપુરા અને માળીની છાપરીયા વિસ્તારમાં વિસ્તારમાં તાજીયા નિમિત્તે જુલુંસ કાઢવામાં આવ્યા હતા સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે તાજીયા નો પર્વ પૂરો થયો હતો


