HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં નવા ૩૬૪૧ મતદારો ઉમેરાયા

સાબરકાંઠામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં નવા ૩૬૪૧ મતદારો ઉમેરાયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરવા માટે હકક-દાવા અને વાંધા અરજી સ્વીકારવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત તા. ૨૩ એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૩૬૪૧ નવા મતદારોનો ઉમેરો થયો હતો.

મતદાર યાદીમાં તા. ૦૧/૦૪/૨૦૨૩ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનુ નામ નોંધાવવા માટે નમુનો—૬માં અત્યાર સુધી ૩૬૪૧ અરજીઓ, ૬(ખ) ૧૦૫૬, નામ કમી કરવા નમુનો-૭માં ૧૦૨૨ અરજીઓ આવી, મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમુનો-૮ની ૪૩૦૭ અરજીઓ મળી છે. જે અંતર્ગત જિલ્લામાં કુલ ૧૦,૦૨૬ અરજી મળી છે. એમ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

વિધાનસભા પ્રમાણે નવા ઉમેરાયેલ મતદારો

ક્રમ વિધાનસભા નવા મતદારો

૧ હિંમતનગર ૧૧૨૯

૨ ઇડર ૭૯૨

૩ ખેડબ્રહ્મા ૯૧૯

૪ પ્રાંતિજ ૮૦૩

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!