AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં એપીએમસીની ચુંટણીનાં પરીણામમાં ભાજપ પ્રેરિત 10 ઉમેદવારો વિજેતા જાહેર..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આહવા મુ.વઘઇની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવતા આ ચૂંટણીનું મતદાન તા.10/07/2023નાં રોજ થયુ હતુ.અને જે ચૂંટણીમાં કુલ 18 જેટલા ઉમેદવારોનું ભાવિ સિલ થયુ હતુ. જેની મત ગણતરી તા 11-07-2023નાં રોજ કરવાની હતી.પરંતુ એક ઉમેદવાર દ્વારા આ ચૂંટણીનાં મતદાનમાં ગેરરીતિ થયા હોવાનો વાંધો ઉઠાવી હાઈકોર્ટમાં રિટ દાખલ કરતા ડાંગ એપીએમસીની મતગણતરી મોકૂક રાખવામાં આવી હતી.બાદમાં નામદાર હાઈકોર્ટનાં ઓરલ ઓર્ડર મુજબ ગણતરી કરવાની હોય જેથી આજરોજ તા.13/10/2023નાં રોજ ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ આહવા મુ.વઘઇ ખાતે મતગણતરી કરવામાં આવી હતી.ડાંગ એપીએમસીની ચૂંટણીનાં પરિણામમાં ભાજપ સમર્પિત પેનલનાં તમામ દસ ઉમેદવારોએ બહુમતીથી જીત મેળવતા ભાજપાનાં કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ આહવા મુ વઘઇ ની ડિરેક્ટરોની ચૂંટણીમાં ભાજપ સમર્પિત શૂક્કરભાઈ હરિભાઈ ગાવીતને 54 મતો,ગાંગુર્ડા અંતીરામભાઈ ધર્મુભાઈને 76 મતો,ચૌધરી વિજયભાઈ માહદુભાઈને 56 મતો,ચૌધરી સુરેશભાઈ મોતીરામભાઈને 55 મતો,પવાર સુરેશભાઈ  રુધ્યાભાઈને 77 મતો,પાડવી સુભાષભાઈ લખુભાઈને 55 મતો,ભોયે સુરેન્દ્રભાઈ  દંગ્યાભાઈને 57 મતો,મહાકાળ જયરામભાઈ પાંડુભાઈને 56 મતો,વાગાટ સોનુભાઈ શુકર્યાભાઈને 56 મતો,વાડુ વસંતભાઈ ચીમનભાઈને 55 મતો મળતા તેઓ બહુમતીથી ચુંટાયા હતા.ડાંગ એપીએમસીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત 10 ડિરેક્ટર ઉમેદવારોની જીત થઈ હતી.જ્યારે કૉંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનાં સુપડા સાફ થઈ જવા પામ્યા હતા.હાલમાં ડાંગ જિલ્લાનાં એપીએમસીની ચુંટણીમાં ભાજપાએ ભગવો લહેરાવતા રાજ્યનાં મંત્રી અને જિલ્લાનાં પ્રભારી કુંવરજીભાઈ હળપતિ,ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ ભાજપા પ્રભારી રાજેશભાઈ દેસાઈ,ડાંગ ભાજપા સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવીત,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન સહીત હોદેદારોએ ચૂંટાયેલા હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી…

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!