SABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

સાબરકાંઠા જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા


રાજ્ય સરકાર દ્વારા સગર્ભા માતા, કિશોરીઓ, બાળકો, સુપોષિત બને તે માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સિ.ડી.પી.ઓ.શ્રીના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લામા મમતા સેશન દરમિયાન સગર્ભામાતા તેમજ ધાત્રીમાતા સાથે પોષણ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પોષણ સંવાદમાં આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકો સહિત માતાઓમાં પોષણની કમીને પૂર્ણ કરવા માટે ટેક હોમ રાશન (બાળશક્તિ, પૂર્ણાશક્તિ, માતૃશક્તિ) નો ઉપયોગ કરવા સમજણ પુરી પાડી હતી. ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન, મિલેટ્સમાંથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કર્યું હતું. બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણીને પોતાના પરિવારને પણ આવી વાનગીઓ બનાવીને સ્વસ્થ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પોષણ માસની ઉજવણીનો મુખ્ય આશય મહિલાઓને સશક્ત બનાવવાનો અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે, જે માટે પોષણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે. જિલ્લામાં પોષણક્ષમ આહાર અંગે વધુને વધુ જનજાગૃતિ કેળવવા માટે વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે બાળકોના સર્વાંગી વિકાસને વધુ મજબુત કરવા પર પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!