સાબરકાંઠા જિલ્લામાં કુલ ૩૭૯૫ જેટલાં વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ રહ્યા છે
સાબરકાંઠા જિલ્લામાં કુલ ૩૭૯૫ જેટલાં વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ રહ્યા છે
**
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ ૧૦ પાસ કર્યા પછી વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની માર્ગદર્શિકા ગુજરાત સરકાર દ્વારા ૧૨ માર્ચ, ૨૦૨૪ ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઉચ્ચતર માધ્યમિકના કુલ ૩૭૯૫ જેટલાં વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની નોંધણી દર વર્ષે વધશે.
ગુજરાત સરકારની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને તેમના ધોરણ ૧૧માં (પ્રતિ વર્ષ) રૂ ૧૦,૦૦૦ અને ધોરણ ૧૨માં (પ્રતિ વર્ષ) રૂ ૧૫,૦૦૦ એમ કુલ રૂ ૨૫૦૦૦ આપવામાં આવે છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં વિધ્યાર્થીને રૂ. ૧૦૦૦ દર મહિને (ધોરણ ૧૧માં ૧૦ મહિના માટે એમ કુલ રૂ. ૧૦૦૦) તથા શહેરી વિકાસ માટે રૂ. ૧૦૦૦ (ધોરણ ૧૨માં ૧૦ મહિના માટે દર મહિને રૂ. ૧૦૦૦) અને બાકી રહેલા રૂ. ૫૦૦૦ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા પછી આપવામાં આવે છે.
જયંતિ પરમાર સાબરકાંઠા