ઇડર ના રહેણાંક વિસ્તારમાં દીપડાના આટા ફેરાના ની સ્થાનિકો ભૈભીત થયા…


સાબરકાંઠા…
રહેણાંક વિસ્તારમાં દીપડાના આટા ફેરાના ની સ્થાનિકો ભૈભીત થયા…
સ્થાનિક ફોરેસ્ટ તંત્ર સરકારી કચેરીને સમજે છે પોતાની ઓફિસ…!
ઇડર ખેડબ્રહ્મા હાઇવે રોડ પર ભાટિયામિલ નજીકના વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાના આટાફેરાને પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. તાજેતરમાં ઇડર કોર્ટ નજીક આવેલા ડુંગર પર આરામ ફરમાવતા એક સાથે બે દીપડા કેમેરામાં કેદ થયા હતા ત્યારે રાત્રિના સમયે વધુ એકવાર રહેણાક વિસ્તાર નજીક દીપડો લટાર મારતો વિડીયો સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને ભાદરવી પૂનમને લઈ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ મોટા અંબાજી તરફ પગપાળા પ્રયાણ કરી રહ્યા છે રાત્રિના સમયે સ્ટેટ હાઇવે રોડ પાસે આવેલી ભાટીયામિલ પાસે અર્ધી રાત્રે દિપડો નઝરે પડતાં લોકો ભયભીત થઈ રહ્યા છે. રાત્રિના સમયે સ્થાનિકોએ તંત્રને જાણ કરતા પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું લોકોની સુરક્ષા અને સલામતીને પગલે ઈડર પોલીસે સહારનિય કામગીરી કરી છે. જોકે મહત્વની બાબત એ કહી શકાય કે સ્થાનિક ફોરેસ્ટ વિભાગ ગૌર નિદ્રામાં જોવા મળી રહ્યુ છે સરકારી કચેરીને પોતાની ઓફિસ સમજી બેઠેલા સરકારી બાબુઓને સ્થાનિકો સહિત રાહદારીઓની કોઈપણ પ્રકારની ચિંતા ન હોઈ તે પ્રમાણે દીપડાના આંટાફેરા ને લઇ દિપડો પાંજરે પુરવાની કોઈપણ કાયૅવાહી કરવામાં આવી નથી. દીપડાના આંટાફેરા વરચે મોતના મોહમાં રહેતાં સ્થાનિકોની માંગ છે કે વન તંત્ર દ્વારા દિપડાને સુરક્ષીત સ્થળે છોડવામાં આવે જેથી સ્થાનિકો ભયભીત માંથી મુક્તિ મળે ત્યારે જોવાનું એ રહે છે કે વન વિભાગ દ્વારા આગામી સમયમાં કેવા અને કેટલા પગલાં ભરવામાં આવે છે તે ખૂબ મહત્વ પૂર્ણ બની રહે છે….
ભાટિયા ઓઇલ મીલ પાસેના સ્થાનિક શંકરભાઈ સાથેની ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ સ્ટેટ હાઇવે રોડ ની નજીક દિપડો લટાર મારતો નજરે પડ્યો હતો. ત્યારે રાત્રિના સમયે અંબાજી તરફ જતા પદયાત્રીઓને દીપડા થી સુરક્ષિત રાખવા માટે પોતાના ઘરે તેઓને આશીર્વાદ આપ્યો હતો અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસનો સંપર્ક કરાતા પી.એસ.આઇ પરબતસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી દીપડાને કારણે પદયાત્રીઓ તેમજ સ્થાનિકોને કોઈપણ પ્રકારની તકલીફ ઊભી ન થાય તેને લઇ સહારનીય કામગીરી કરવામાં આવી હતી. જોકે ઘટનાના ત્રણ દિવસ વીત્યા બાદ પણ સ્થાનિક ફોરેસ્ટ તંત્ર વિભાગમાંથી એક પણ અધિકારી કે કર્મચારી સ્થળની મુલાકાતે પહોંચ્યા નથી. જેને પગલે સ્થાનિકો સહિત રાહદારીઓ તેમજ ખાસ કરીને ભાદરવી પૂનમને લઈ મોટા અંબાજી તરફ જતા પદયાત્રીઓને વન્ય પ્રાણીનો ભય સતાવી રહ્યો છે…
જયંતિ પરમાર સાબરકાંઠા




