HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જીલ્લામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરી અસામાજીક પ્રવૃતિ કરતા હિંમતનગરના ઇસમને પાસા હેઠળ અટકાયત કરી અમરેલી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

અહેવાલ:- પ્રતિક ભોઈ

સાબરકાંઠા જીલ્લામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરી અસામાજીક પ્રવૃતિ કરતા હિંમતનગરના ઇસમને પાસા હેઠળ અટકાયત કરી અમરેલી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે માટે અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરુદધ્ધમાં કાર્યવાહી કરી કડકમાં કડક અટકાયતી પગલા લેવા માટે જરૂરી સુચના કરતા જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. હિંમતનગરનાઓએ રાજસ્થાન રાજ્ય માંથી વિદેશીદારૂ ગુજરાતમાં ઘુસાડી હેરાફેરી કરી અસામાજીક પ્રવૃત્તિ કરતો ધવલભાઈ સુમનભાઈ જયરવાલ ઉ.વ. ૪૧ રહે.૧૭, ગાયત્રીધામ સોસાયટી, બેરણા રોડ, હિંમતનગર તા.હિંમતનગર જીલ્લો સાબરકાંઠા વાળા ઉપર સાબરકાંઠા જીલ્લામાં હેરાફેરીના તથા વેચવાના અવાર નવાર ગુન્હાઓ દાખલ થયેલ હોવા છતા પોતાની આ રાજસ્થાન રાજ્યમાંથી વિદેશીદારૂને ગુજરાતમાં ઘુસાડી અસામાજીક પ્રવૃત્તિ બંધ કરેલ ન હોઈ જેથી સદરહુ અટકાયતી વિરુધ્ધ પાસા એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરાવી પોલીસ અધિક્ષક સા.શ્રી સાબરકાંઠા હિંમતનગરનાઓ મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી સાબરકાંઠા હિંમતનગર નાઓ તરફ મોકલી આપતાં તેઓશ્રી દ્રારા સદરહુ ઇસમ વિરુધ્ધ પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતાં તા.૦૩/૦૩/૨૦૨૫ ના રોજ પકડી પાડી પાસા હેઠળ અટકાયત કરી યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ અમરેલી મધ્યસ્થ જેલ, ખાતે મોકલી આપવામાં આવેલ છે.

આરોપી વિરુધ્ધ નોંધાયેલ ગુન્હાઓની વિગત

(૧) જાદર પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં. ૦૪૫૬/૨૦૨૪ પ્રોહી એક્ટ ક. ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ:

(૨) તલોદ પોલીસ સ્ટેશન સી. પાર્ટ ગુ.ર.ન. ૦૫૮૫/૨૦૨૪ પ્રોહી એક્ટ ૬. ૬પએઈ, ૧૧૬બી, ૯૮(૨) મુજબ

(૩) ગાંભોઈ પોલીસ સ્ટેશન સી. પાર્ટ ગુ.ર.નં. ૦૭૦૭/૨૦૨૪ પ્રોહી એક્ટ છે. ૬૫એએ મુજબ

(૪) પ્રાંતિજ પો.સ્ટે. પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં. ૦૨૫૪/૨૦૨૩ પ્રોહી એક્ટ ક. ૬૫એઇ, ૮૧, ૮૩ મુજબ

(૫) ગાંભોઈ પો.સ્ટે. પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં. ૦૭૭૫/૨૦૨૨ પ્રોહી એક્ટ ક. ૬૫એઇ, ૮૧, ૮૩ મુજબ

(૬) ગાંભોઈ પો.સ્ટે. પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં. ૦૫૫૩/૨૦૨૨ પ્રોહી એક્ટ ક. ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૮૩ મુજબ

(૭) ગાંભોઇ પો.સ્ટે. પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં. ૦૮૨૦/૨૦૨૧ પ્રોહી એક્ટ ક. ૬પએઇ, ૧૧૬બી ૮૧ ૮૩ મુજબ

Back to top button
error: Content is protected !!