GUJARATKUTCHMANDAVI

કચ્છની આંગણવાડી કેન્દ્રોમાં કુપોષિત બાળકોની આરોગ્ય તપાસણી કરાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૩૧ ઓગસ્ટ : કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં માસના બીજા મંગળવારે બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ० થી ૬ વર્ષની ઉંમર ધરાવતા બાળકોનું આંગણવાડી કાર્યકર દ્વારા નિયમિત વજન- ઉંચાઈ માપણીની કામગીરી કરવામાં આવે છે. વજન – ઉંચાઇની કામગીરીની રજિસ્ટર નંબર ૧૧માં નોંધ કરવામાં આવે છે, તેમજ પોષણટ્રેકર એપ્લિકેશન પર ઓનલાઈન મોડમાં એન્ટ્રી કરતા બાળકનો ગ્રેડ નક્કી થાય છે. જરૂરિયાત જણાય બાળકને રીફર કરવા અથવા આંગણવાડી કેન્દ્ર પર દર માસના બુધવારના રોજ મમતા દિનના રોજ આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનની હાજરીમાં આરોગ્યની તપાસ કરવામાં આવે છે. ઓગસ્ટ-૨૦૨૪ માસમાં SAM ( અતિ કુપોષિત) -૨૬૨ અને MAM( મધ્યમ કુપોષિત) – ૧૦૩૭ બાળકોની ખાસ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.તપાસના કેમ્પ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજબ ગોઠવી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાત મુજબ બાળકોને ડોક્ટર દ્વારા દવાઓ પૂરી પાડવામાં આવી હતી. આરોગ્યની તપાસ દરમિયાન સ્થાનિક આગેવાનો દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય તપાસ વાલીઓને પોષણ અંગે રૂબરૂ તથા મોબાઇલ મારફતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઘટકકક્ષાએ સીડીપીઓશ્રી, મુખ્ય સેવિકાશ્રી, આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!