સાબરકાંઠા જિલ્લા ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ની ગ્રામ પંચાયતોમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચારની બૂમ ઊઠવા પામી છે

અહેવાલ:- પ્રતિક ભોઈ



સાબરકાંઠા જિલ્લા ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ની ગ્રામ પંચાયતોમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચારની બૂમ ઊઠવા પામી છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગ્રુપ ગ્રામ પંચાયત તથા વરતોલ ગ્રુપ ગ્રામ પંચાયતના સીતોલ ગામે તથા ખેડવા ગ્રામ પંચાયતના ખાદરા ફળામા બનાવવામાં આવેલ ચેકડેમ , તથા આર.સી.સી રોડના કામમાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. ગામના સ્થાનિક આગેવાન લક્ષ્મણભાઈ ગમાર તથા વરતોલ ગ્રુપ ગ્રામ પંચાયતના સિતોલ ગામના આગેવાન બાબુભાઈ ભુરાભાઈ ચૌહાણે અને લખાભાઇએ રજુવાત કરતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા નાણાપંચની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ કુલ ત્રણ રોડ ટુંક જ સમયમાં ટુટી અને ખખડધજ થવા પામ્યા છે. સરકારશ્રીની ગ્રામ્ય સુખાકારીની સુવિધા માટે આપવામાં આવતી કરોડૉ રૂપિયાની ગ્રાન્ટ આજે પાણીમાં વહી ગઈ હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે. ઉપરાત ખેડવા ગ્રામ પંચાયતના ખાધરાફાળામાં બનાવવામાં આવેલ ચેકડેમ છે તે ચેકડેમ નવો નહિ પરંતુ જુનો રીપેર કરી ભ્રષ્ટાચાર કરેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોય તેવી લોકોમાં બુમરાડ ઉઠવા પામેલ છે. આ સિવાય અન્ય કેટલીક ગ્રામ પંચાયતમાં પણ વાઉચર ઉપર લાખો રૂપિયા ઉપડી ગયા હોવાની પણ બૂમો ઉઠવા પામી છે. એક ગ્રામ પંચાયતમાં એક જ એજન્સી ના માલિક, પતિ ,પત્ની , ભાઈ તથા સગા સંબંધીઓના નામે ખોટા બીલો બનાવી, વાઉચર ઉધારીપૈસા ઉપાડ્યા હોવાની પણ લોકમુખે બૂમરાણ ઉઠવા પામી છે. કથિત ગ્રામપંચાયતોમાં સરકારશ્રી દ્વારા વિજિલન્સની ટીમ દ્વારા ન્યાયિક તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે સાબરકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી આ અંગે કેવી તપાસ કરાવે છે તેં તો આવનારો સમય જ બતાવશે, કે પછી હોતા હે ચલતા હૈ ,ની નીતિ અપનાવી આંખ આડા કાન કરાશે તે જોવાનું રહ્યું




