રાજસ્થાન રાજ્ય માથી ગુજરાત મા ભારતીય બનાવટના ઇંગલીશ દારૂ ની હેરાફેરી કરતા ઇસમને રીક્ષા સાથે પકડી ૧,૫૧,૯૬૦/- નો મુદામાલ પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ ટીમ.
અહેવાલ:- પ્રતિક ભોઈ
રાજસ્થાન રાજ્ય માથી ગુજરાત મા ભારતીય બનાવટના ઇંગલીશ દારૂ ની હેરાફેરી કરતા ઇસમને રીક્ષા સાથે પકડી દારૂ તથા બીયર ની પેટીઓ ૧૪ (બોટલો/બીયર નંગ ૧૯૩) કિ.રૂ.૧ ,૦૬,૯૬૦/-મોબાઇલ તથા રીક્ષા મળી કુલ. ૧,૫૧,૯૬૦/- નો મુદામાલ પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ ટીમ
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેંદ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલ સાહેબ હિમતનગર વિભાગ નાઓએ રાજસ્થાન બોર્ડર થી સાબરકાંઠા જિલ્લામા થઈ દારુની ગેરકાયદેસર રીતે હેરા ફેરી કરતા ઇસમોની પ્રવુતી અટકાવી નેસ્તનાબુદ કરવા અસર કારક કામગીરી કરવા સુચનાઓ કરેલ જે આધારે અમો એચ.આર.હેરભા પોલીસ ઇન્સપેક્ટર હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સ્ટાફ ધ્વારા સતત પ્રોહી કામગીરી ની વોચમા તેમજ બાતમી મેળવવા પ્રયત્નશીલ રહેલ જે દરમ્યાન આજરોજ ખાનગી વાહનમા પ્રોહી અંગે વોચમા હતા તે દરમ્યાન અહેકો ચિરાગભાઈ ભિખાભાઇ તથા આપોકો કુલદીપભાઈ અજયભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી હકીકત મળેલ કે એક બજાજ સી.એન.જી રીક્ષા નં GJ-31-X-1948 મા ઇંગ્લીશ દારૂ નો જથ્થો ભરી રાજસ્થાનથી અંદરના રસ્તેથી નાની ડેમાઈ ગામ તરફથી નીકળી હિંમતનગર તરફ જનાર છે તે હકીકત આધારે અહેકો ચિરાગભાઈ ભીખાભાઈ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વોચ મા હતા તે દરમ્યાન એક બાતમી હકીકત વાળી બજાજ સી.એન.જી રીક્ષા નં GJ-31-X-1948 ની આવતા રોડ ઉપર પોલીસની નાકાબંધી જોઈ રીક્ષા ના ચાલકે પોતાના કબજાની સી.એન.જી રીક્ષા રીટર્ન કરવાની કોશીશ કરતો હોય તે વખતે ચાલુ રીક્ષામા કુદકો મારી નાસી ગયેલ તે વખતે પોલીસ સ્ટાફના માણસો રીક્ષા નજીક પહોચી રીક્ષા ના ચાલકની સીટ ઉપર બેસેલ બીજા ઈસમને જે તે સ્થીતી મા પકડી પાડી રીક્ષા રોડની સાઈડમા કરાવી રીક્ષા મા ડ્રાયવર સીટની નીચે તથા પાછળની સીટના પાછળના ભાગે સ્પીકર મા ગુપ્ત ખાનુ બનાવેલુ હોઈ જે ખોલી જોતા જેમા ઇંગ્લીશ દારૂ તથા બીયરની અલગ અલગ બ્રાંડની છુટી બોટલો તથા ટીન ભરેલ હોઈ જે ભારતીય બનાવટના વિદેશી દારુ બોટલો તથા બીયર ટીન રાખવા અંગે પાસ પરમીટ માગતા તે ન હોઇ રીક્ષામાથી મળી આવેલ વિદેશી દારૂ તથા બીયર ની પેટીઓ નંગ -૧૪ બોટલ નંગ -૧૯૩ કિ.રૂ. ૧,૦૬,૯૬૦/- તથા મોબાઈલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા સી.એન.જી રીક્ષા નં GJ-31-X-1948 ની કિ.રૂ.૪૦,૦૦૦/-ની કુલ મળી કુલ્લે રૂ. ૧,૫૧,૯૬૦/- નો મુદ્દામાલ મળી આવી તપાસ અર્થે કબજે કરી આરોપી વિરૂદ્ધ હિમતનગર ગ્રામ્ય પોસ્ટે પાર્ટ સી ગુ.ર નં ૧૧૨૦૯૦૧૭૨૫૦૬૪૧/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ ૬૫ એઇ ૮૧,૮૩ મુજબનો કેસ શોધવામા સફળતા મળેલ છે
આરોપીનુ નામ :- અજીતભાઈ સ/ઓ.કાઉભાઈ કરમાભાઈ ખરાડી ઉવ ૨૨ રહે.ડબાયચા (નળાફરો) તા.ખેરવાડા જી.ઉદેપુર થાના પાટીયા પોલીસ સ્ટેશન રાજસ્થાન
પકડવાનો બાકી આરોપી:-રાહુલ ખરાડી રહે. ચિઠોડા તા.વિજયનગર જી.સાબરકાંઠા (રીક્ષા ચાલક)
કામગીરી કરનાર અધિ/કર્મચારી:-
(૧) અહેકો ચિરાગભાઇ ભીખાભાઈ હિ.ગ્રામ્ય પોસ્ટે.
(૨) આ હેકો લાભુભાઈ મીઠાભાઈ હિ.ગ્રામ્ય પોસ્ટે
(૩) અપોકો ભરતસિંહ દિપસિંહ હિ.ગ્રામ્ય પોસ્ટે.
(૪) અપોકો નિકુલસિંહ મહેંદ્રસિંહ હિ.ગ્રામ્ય પોસ્ટે.
(૫)અપોકો જીતેંનકુમાર ગોવિંદભાઈ હિ.ગ્રામ્ય પોસ્ટે,
(૬) આપોકો કુલદીપકુમાર અજયભાઈ હિ.ગ્રામ્ય પોસ્ટે