SABARKANTHA

હિંમતનગર શહેરના મુખ્ય દ્વાર માં આવેલ હનુમાનજી મંદિર કેમ્પસ માં જય અંબે વિસામો સેવા કાર્ય શરૂ કરવા માં આવ્યુ.

તારીખ 12/ 9 /2024 ના રોજ સવારે 11:00 કલાકે હિંમતનગર મુકામે જય અંબે વિસામો શરૂ કરવામાં આવ્યો
હિંમતનગર શહેરના મુખ્ય દ્વાર માં આવેલ હનુમાનજી મંદિર કેમ્પસ માં જય અંબે વિસામો સેવા કાર્ય શરૂ કરવા માં આવ્યુ . સાબરકાંઠા અરવલ્લી ના સાંસદ શોભનાબેન બારીયા હિંમતનગર ધારાસભ્ય શ્રી વિનેન્દ્ર સિંહ ઝાલા ભારતીય જનતા પાર્ટી પ્રભારી નિર્ભયસિંહ ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય કારોબારી ચેરમેન જીનલબેન પટેલ હિંમતનગર નગરપાલિકા ના ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી પૂર્વ કાઉન્સિલર શ્રી કનુભાઈ ભાટી અન્ય નગરપાલિકાના હોદ્દેદારો ગુજરાત પત્રકાર એકતા પરિષદ આઇ.ટી .સેલ પ્રદેશ વિપુલભાઈ ઘેલાણી પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ વાસુદેવભાઈ રાવલ હિંમતનગર ભારતીય જનતા પાર્ટી પ્રભારી નિર્ભય સિંહજી સાબરકાંઠા પત્રકાર એકતા પરિષદ મંત્રી રાકેશભાઈ પટેલ મહામંત્રી કૃષ્ણ વદન સિંહ પૂવાર હિંમતનગર શહેરના નામિ અનામી અને હિંમતનગર નગરપાલિકાના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં જય અંબે સેવા કેમ્પ અંબાજી જતા પદયાત્રીઓ માટે કેમ્પ માં સ્નાન કરવા માટે ગરમ પાણી સવાર સાંજ બે ટાઈમ જમવાની વ્યવસ્થા સવારે ચા નાસ્તાની વ્યવસ્થા મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા હિંમતનગર હર્બન સેન્ટરના આરોગ્ય કર્મીઓ દ્વારા મેડિકલ સેવા જેવી નાની મોટી સુંદર વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય શ્રી ના હસ્તે જય અંબે વિસામો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો સમગ્ર કેમ્પની સેવાઓ નું આયોજન શ્રી દીપકભાઈ ભાટી અને ઓમભાઈ મલેશિયા દ્વારા કરવામાં આવ્યું હતું સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સેવા કેમ્પનો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જય અંબેના નાદ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!