SABARKANTHA

સરકારી હોમિયોપેથીક દવાખાનુ ઈડર અને સરકારી હોમિયોપેથિક દવાખાનુ પોશીના દ્વારા આજરોજ. રોટરી ક્લબના સહયોગથી રામજી મંદિર ખાતે. જીરિયાટ્રીક હેલ્થ કેમ્પનું આયોજન

નેશનલ આયુષ મિશન, આયુષ મંત્રાલય, ભારત સરકાર અને નિયામકશ્રી આયુષ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નિર્દેશિત તથા સરકારી હોમિયોપેથીક દવાખાનુ ઈડર અને સરકારી હોમિયોપેથિક દવાખાનુ પોશીના દ્વારા આજરોજ તારીખ ૩૧/૦૭/૨૦૨૪ ને બુધવારના રોજ રોટરી ક્લબના સહયોગથી રામજી મંદિર ખાતે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦, જીરિયાટ્રીક હેલ્થ કેમ્પનું આયોજન રાખેલ છે તો ઈડર તથા આસપાસની ગ્રામ જનતાને તેનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી છે.
જુના અને હઠીલા રોગો જેવા કે શ્વાસ, સાંધાનો દુખાવો, એલર્જી, કબજિયાત, એસિડિટી, અનિંદ્રા,ડાયાબિટીસ જેવા રોગોની સારવાર તથા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે
નોંધ :- એક્સરે તથા રિપોર્ટ સાથે લઈને આવવા.

કેમ્પ બાદ ફરીથી દવા મેળવવાનું સ્થળ :-
સરકારી હોમિયોપેથીક દવાખાનુ ઈડર, અર્બનહેલ્થ સેન્ટર, જલારામ મંદિર પાછળ, ઈડર
ડો. ધર્મેશ વી પંડ્યા
સ.હો.દ. ઈડર

ડો. જગદીશભાઈ ચૌહાણ
સ.હો.દ. પોશીના

Back to top button
error: Content is protected !!