કર્મયોગી પુરસ્કાર 2024 તાપી માં પત્રકારોએ આદિવાસી વિસ્તાર ના સાચા વિરલાઓનું સન્માન કર્યું…
કર્મયોગી પુરસ્કાર 2024 તાપી માં પત્રકારોએ આદિવાસી વિસ્તાર ના સાચા વિરલાઓનું સન્માન કર્યું…
શોર્ય ચક્ર થી સન્માનિત મુકેશ ભાઈ ગામીત નું તાપી ભાજપા પ્રભારી,૧૭૧ વ્યારા ના ધારાસભ્ય અને તાપી LCB વિભાગ દ્વારા પત્રકાર સંમેલન માં ભવ્ય સન્માન કરાયું…
પત્રકાર એકતા પરિષદ તાપીના પત્રકારોએ સમાજ અને પત્રકારોને એક નવી રાહત ચીંધી છે,જે અંતર્ગત તાપી જિલ્લા પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં તાપી જિલ્લાનું ગૌરવ સોરી ચક્રથી સન્માનિત મુકેશ ગામીત સાથે,તાપી LCB પોલીસ,GRD, TRB,108 કર્મચારી અને P.hd જેવા વિવધ ક્ષેત્ર માં શ્રેષ્ઠ કાર્ય કરનાર સાચા કર્મયોગીઓ નું સન્માન કરાયું હતું.
એમ તો લોકો એવું માનતા હોય છે કે પત્રકાર એટલે સમાચારોને આદાન-પ્રદાન કરનાર વ્યક્તિ,પરંતુ તાપીના પત્રકારોએતમામ પત્રકારોને એક નવી રાહ ચીંધી છેજ્યાં પાછલા બે વર્ષથી પત્રકાર અધિવેશનની સાથેકર્મયોગી પુરસ્કાર ની ઘોષણા કરવામાં આવી રહી છે.જે અંતર્ગત સમાજ માટે શ્રેષ્ઠ પ્રદાન કરનાર,સંઘર્ષ કરીને અનેક લોકોને પ્રેરણા પૂરી પાડનાર,અનેસાચા અર્થમાં પોતાનું કર્તવ્ય નિભાવનાર વ્યક્તિઓનું કર્મયોગી પુરસ્કાર વડે સન્માન કરવામાં આવે છે. આ પ્રસંગે 171 ના ધારાસભ્ય મોહનભાઈ કોકણી ભાજપા તાપી જિલ્લા પ્રભારી મધુભાઈ કથેરીયા અને એલસીબી તાપીના પીઆઇ પાંચાણી સાહેબ હસ્તે કર્મયોગીઓ ને સન્માનિત કરાયા.
જે અંતર્ગત આજરોજ વ્યારા કાલિદાસ હોમિયોપેથી કોલેજમાં યોજવામાં આવેલ પત્રકાર એકતા પરિષદ અધિવેશન અને કર્મયોગી પુરસ્કાર ૨૦૨૪, શોર્ય ચક્રથી સન્માનિત થઈ તાપી જિલ્લાનું ગૌરવ વધારનારને અનેકને પ્રેરણા પૂરી પાડનાર મુકેશભાઈ ગામીત નું સન્માન કરાયું, મેઢા ગામના પીએચડી કરનાર પ્રિયંકાબેન ગામીત,ખુટાડીયા ની પીએનજી કરનાર જુડવા બહેનો ઉર્વશી અને ઉમિયા,વ્યારા સીટી મોલ સામે ચાની લારી ચલાવી અનેક લોકોને પેટ ભરનાર જયદીપભાઇ,ઉનાઈ નાકા પર જી.આર.ડી જવાન,સાથે વાલોડ તાલુકામાં પાણીમાં તણાઈ રહેલા વૃદ્ધ નું જીવ બચાવનાર, TRB જવાનો સાથે ,અકસ્માતમાં મૃત્યુ પામનાર ના પરિવારજનોને ₹3,00,000 થી વધુની રકમ પરત કરનાર,અને રાષ્ટ્રીય કક્ષાએવ્સન્માનિત થનાર તાપી ની 108 ની ટીમ ના કર્મચારીઓ નું તથા,સૌથી વિશેષ તાપી જિલ્લામાં ક્રાઈમ રેટ ઓછો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને સમગ્ર ગુજરાતમાં ચોથા નંબરે કામગીરી કરનાર LCB પોલીસ વિભાગ નું,પણ પત્રકારોએ કર્મયોગી પુરસ્કારથી સન્માન કર્યું હતું.અનેઆ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વ્યારા સોનગઢ ના રીનલ બેન, ઇનર વ્હીલ ક્લબ સોનગઢ વ્યારા પ્રાર્થના બેન,કલ્પેશ ભાઈ શાહ,જેવા અનેક વ્યક્તિઓ જેવો સમાજ માટે શ્રેષ્ઠ પ્રદાન કરે છે અને પોતાનું ફરજ અને કર્તવ્યથી સમાજને પ્રેરણા પૂરી પાડે છે એવા લોકોને સન્માન કરાયું હતું.
આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદ ગુજરાત ના પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા એ,પત્રકારોને લગતી વિવિધ સમસ્યાઓ પર પત્રકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સંગઠન વિશે માહિતી પૂરી પાડી હતી. તાપી જિલ્લાના પ્રમુખ રાકેશભાઈ ચૌધરી, મહામંત્રી ડોકટર બિંદેશ્વરી શાહ અને એમની ટીમ ,દ્વારા સફળ સંચાલન કરી કાર્યક્રમને ભવ્યતા પ્રદાન કરવામાં આવી હતી.અને ઉપસ્થિત તમામ પત્રકારો અને કાર્યક્રમને સફળ બનાવનાર દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.