GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ પ્રાંત અધિકારીની ટીમે ગેરકાયદેસર ખનીજ વહન કરતા 14 ડમ્પર સહિત 7 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.18/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ગેરકાયદેસર ખનિજ વહન અને ચોરી સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે વઢવાણના નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુળા અને મામલતદાર પી.એમ. અટારાની સંયુક્ત ટીમે વઢવાણના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી કુલ રૂ.7 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે આ સંયુક્ત દરોડા ટીમના સભ્યોમાં બીજલભાઈ ત્રમટા, અનિરૂદ્ધસિંહ નકુમ, અનિરૂદ્ધસિંહ ચાવડા, ક્રિપાલસિંહ પરમાર, પવનસિંહ ચાવડા, ચેતનભાઈ કણઝરીયા, પ્રતિકભાઈ સુરેલા, હીરેનભાઈ પટેલ અને પરેશભાઈ પરાલીયાનો સમાવેશ થાય છે ટીમ દ્વારા વઢવાણના ધરમ તળાવ પાસેથી પાસ-પરમિટ વગરના કુલ 2 ડમ્પરો, ખોડુ ગામેથી 2 પથ્થરની ટ્રકો, તેમજ વસ્તડી અમદાવાદ હાઈવે ઉપરથી રોયલ્ટી પાસ પરમિટવાળા અને પરમિટ વગરના મળી કુલ 10 ડમ્પરો સહિત કુલ 14 વાહનો સીઝ કરવામાં આવ્યા હતા આ તમામ વાહનો અને તેમાં ભરેલા ખનિજ સહિત આશરે રૂ.7 કરોડનો મુદ્દામાલ મામલતદાર કચેરી, વઢવાણ ખાતે સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચેકિંગ દરમિયાન આશરે 25 થી 30 જેટલા ગેરકાયદેસર ખનિજ વહન કરતા ડમ્પરો અલગ અલગ જગ્યાઓ ઉપર ખનિજ ખાલી કરીને નાસી છૂટ્યા હતા આ ઉપરાંત, ચેકિંગ દરમિયાન સરકારી ગાડીઓની રેકી કરતા ખનિજ માફિયાઓની ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી હતી નોંધનીય છે કે આવા ખનિજ માફિયાઓ દ્વારા અવારનવાર ખનિજ ચોરી અટકાવવા ફિલ્ડમાં જતા અધિકારીઓ અને કર્મચારીઓની રેકી કરવામાં આવે છે અને તેમને રસ્તામાં ઉભા રાખી ખનિજ ચોરી કરતા અટકાવવા નહીં તેમ ધાક ધમકીઓ અને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!