
‘આપ’ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં મહત્વપૂર્ણ ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ.
આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીમાં ભાજપને હરાવી શકે: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટી લોકોના મુદ્દાઓ ઉઠાવે છે માટે લોકો આમ આદમી પાર્ટી સાથે છે: મનોજ સોરઠીયા
તાપી
તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીના સંગઠનની બેઠક યોજાઇ હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તાપી સુરત ગ્રામ્ય રુસ્તમ ગામીત, ગુજરાત પ્રદેશ સહકારી વિંગના પ્રમુખ અરવિંદ ગામીત, દક્ષિણ ઝોન પ્રદેશ ઉપપ્રમુખ સયનાબેન ગામીત, તાપી જિલ્લા પ્રમુખ મહેન્દ્ર ગામિત, સોનગઢ નગર પ્રમુખ હિતેશ સોનવણે સહિત સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આવનાર નજીકના સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવાની છે, તેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાની અને ઉમેદવારોની પસંદગીની કામગીરી શરૂ કરી દીધી છે. અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીમાં ભાજપને હરાવી શકે. આમ આદમી પાર્ટી લોકોના મુદ્દાઓ ઉઠાવે છે અને લોકોના મુદ્દાઓ માટે લડત લડે છે માટે અમને સ્પષ્ટપણે વિશ્વાસ છે કે આવનાર ચૂંટણીમાં ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન આપશે.





