
નરેશપરમાર.કરજણ,

કરજણના કુરાઈ-કરમડી વચ્ચે નવી વીજલાઈનના થાંભલા ધરાશાયી
કરજણના કુરાઈ-કરમડી વચ્ચે નવી વીજલાઈનના થાંભલા ધરાશાયી ગામના લોકોનો તંત્ર સામે રોષ
કરજણ તાલુકાના કુરાઈ ગામથી કરમડી ગામ વચ્ચે ડાડોદ સબસ્ટેશનમાંથી ડાલમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ ગામડાઓમાં વીજળી સમસ્યા હલ કરવા માટે નવી વીજલાઈન નાખવામાં આવી હતી. આ વીજલાઈન ડાડોદથી ખાંધા અને કુરાઈ થઈને કરમડી ગામે લઈ જવામાં આવી હતી. આ વીજલાઈન નાખ્યાના 30 દિવસમાં જ કુરાઈથી કરમડી ગામ વચ્ચે પડેલા જ વરસાદમાં એક સાથે 7 વીજ થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે. વીજલાઈનના થાભલા નાખ્યા ત્યારે યોગ્ય રીતે જમીનમાં બદલ્યા નહીં હોય અને આ બેદરકારીભરી કામગીરીથી પહેલા જ વરસાદમાં વીજ થાંભલાપડી ગયા હોવાની ચર્ચા ઉઠી છે.



