*કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ, ખેડબ્રહ્મા વાર્ષિક સ્નેહ મિલન યોજાયું*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ, ખેડબ્રહ્મા વાર્ષિક સ્નેહ મિલન યોજાયું*
જન્માષ્ટમીના પવિત્ર દિવસે કન્યા વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે ખેડબ્રહ્મા શહેરનું વાર્ષિક સ્નેહ મિલન ભામાશા રસિકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું. જેમાં બાલવાટિકાથી માંડીને કોઈપણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ થયેલ એક થી ત્રણ નંબરને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવેલ. ભોજન તથા ઇનામના દાતા ગાડુ કંપાના રસિકભાઈ, નરસિંહભાઈ અને હસમુખભાઈ ભોજાણીના વરદ હસ્તે ઇનામો આપવામાં આવેલ. આ પ્રસંગે ડોક્ટર મનહરભાઈ પટેલ, સંતશ્રી પંકજદાસજી મહારાજ, ડોક્ટર સી કે પટેલ, યજમાન પ્રમુખશ્રી મણીભાઈ પટેલ, મુખીશ્રી નાનાલાલભાઈ, જ્યોતિ હાઈસ્કૂલ આચાર્ય સુરેશભાઈ પટેલ, ડોક્ટર અમિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર સી કે પટેલ અને ડોક્ટર ધવલ પટેલે ઈમરજન્સીમાં સીપીઆર કઈ રીતે અપાય તેની લાઈવ સમજ આપી હતી. આવતા વર્ષે ભોજન તથા ઇનામના દાતા તરીકે નીલ અને જીલ દ્વારા આપવામાં આવશે. યુવક મંડળ પ્રમુખશ્રી રશ્મિકાંત અને મંત્રીશ્રી શાંતિલાલ તથા કારોબારી સભ્યોના સફળ આયોજનને બિરદાવવામાં આવેલ. સમગ્ર સંચાલન નૈલેષ પટેલે કરેલ.






