વિદ્યાનગરી દ્વારા સંચાલિત ડી.એલ.પટેલ સ્કૂલ એન્ડ નર્સિંગ કોલેજ ખાતે લેમ્પ લાઇટિંગ,ઓથ સેરેમની અને ફેરવેલ કાર્યક્રમ યોજાયો

અહેવાલ:- પ્રતિક ભોઈ
*“Nurse: The heart of healing, illuminating lives with care and compassion.”👩⚕️*
*આજ રોજ વિદ્યાનગરી દ્વારા સંચાલિત ડી.એલ.પટેલ સ્કૂલ એન્ડ નર્સિંગ કોલેજ ખાતે લેમ્પ લાઇટિંગ,ઓથ સેરેમની અને ફેરવેલ કાર્યક્રમ યોજાયો,જેમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જી અને હિંમતનગરના વિધાનસભા ના પ્રજાવાત્સલ્ય ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા સાહેબ સાથે ઉપસ્થિત રહી ચિકિત્સા વ્યવસ્થાના અભિન્ન અંગ સમાન નર્સિંગના વિદ્યાર્થીઓને નર્સિંગ ક્ષેત્રે જીવન સેવા માટે શપથ લેવડાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.*
*“નર્સિંગ સેવા એ માનવતાની સાચી સેવા છે. વિદ્યાર્થીઓએ સમર્પણ ભાવથી આ પવિત્ર વ્યવસાયને અપનાવી સમાજની સેવા કરવી જોઈએ.”*
*આ અવસરે સંસ્થાના પ્રમુખશ્રી ડી. એલ. પટેલ,તાલુકા સંગઠન પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, પ્રમુખ સર્જન ટ્રસ્ટશ્રી મહેન્દ્રભાઈ પટેલ,ડૉ. મીત ત્રિવેદી,ડૉ. એ.એસ. દેવેન્દ્રભાઈ,પ્રિન્સિપાલ તથા ફેકલ્ટીશ્રી હેમંત ભગોરા સહિત અનેક આગેવાનો અને નર્સિંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.*


