
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલા રામજી મંદિરમાં જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો મેળો છલકાયો હતો લોકોએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતાભવ્ય હતી. જલારામની 225 મી જન્મ જયંતી નિમિત્તે ભાવી ભક્તોમાં અનેરો મહત્વ ધરાવતા ખેરગામ ખાતે રામજી મંદિર 32મી જલારામ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો નો ઘસારો જોવા મળ્યો હતો મહાપ્રસાદ આપતા આયોજક સંજયભાઈ અલ્પેશભાઈ પ્રકાશભાઈ અરવિંદભાઈ જેવો દ્વારા સુંદર આયોજન કરી તમામ ભક્તોને વ્યવસ્થિત રીતે મહાપ્રસાદ લાભ લઇ શકે જે વ્યવસ્થા ઊભી કરી હતી જાયન્ટ ગ્રુપ દ્વારા પણ ભવ્ય કામગીરી કરવામાં આવી હતી આ પ્રસંગે ઓલપાડ તાલુકાના ટકારગામેથી પધારેલ માતાજીના ઉપાસક ઠાકુરભાઈ આહીર દ્વારા મહા આરતીનો લાભ લીધો હતો ત્યારબાદ નરેશભાઈ આહીર દ્વારા તેમનું સાલ ઓઢાડી હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ભક્તોની મહેરામણમાં ખેરગામ તાલુકા પ્રમુખ રાજેશભાઈ માજી જિલ્લા પ્રમુખ ભીખુભાઈ આહીર ડોક્ટર પંકજ પટેલ પૂર્વેશ ખાંડાવાલા ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલ માજી સરપંચ અશ્વિનભાઈ પટેલ જેવો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જલારામ જયંતી નિમિત્તે આજુબાજુના ગામના હજારોની સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો ઓલપાડ તાલુકાના ટકારગામેથી પધારે માતાજીના ઉપાસક ઠાકોરભાઈ આહીર દ્વારા ૨૧ હજાર રૂપિયાનું દાન જાહેરાત કરતા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા એમનું આભાર વ્યક્ત કર્યો હતો



