HIMATNAGARSABARKANTHA

વિજયનગર પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુન્હામાં સંડોવાયેલ રાજસ્થાન રાજયના આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

અહેવાલ:- પ્રતિક ભોઈ

વિજયનગર પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુન્હામાં સંડોવાયેલ રાજસ્થાન રાજયના આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ IPS સાહેબ શ્રી સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લાના પો.સ્ટે.ના ગુન્હાઓમાં સંડોવાયેલ અને પકડવાના બાકી હોય તેવા સાબરકાંઠા જીલ્લાના તથા ગુજરાત રાજ્યના તથા ગુજરાત રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલમાંથી પેરોલ/ફર્લો રજા ઉપર આવી પરત જેલ ખાતે હાજર નહી થયેલ કેદીઓને પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન અને સુચના આધારે શ્રી એસ.જે.ગોસ્વામી, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. અમરતભાઈ રબારી તથા અ.હે.કો. પ્રકાશભાઈ રબારી તથા અ.પો.કો.વિજયભાઈ ડામોર વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.

દરમ્યાન ઉપરોકત ટીમના માણસો તા.૦૪/૦૯/૨૦૨૫ નારોજ ઇડર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો.વિજયભાઇનાઓને બાતમી હકિકત મળેલ કે, “વિજયનગર પોલીસ સ્ટેશન સી. પાર્ટ ગુ.ર. નં. ૧૧૨૦૯૦૫૫૨૫૦૨૩૯/૨૦૨૫ પ્રોહી ક.૬પએઈ મુજબના કામનો આરોપી પ્રવિણ ઉર્ફે પીરો કાન્તીલાલ કમજીભાઈ ડામોર, રહે.ચોકલી ચાલી બોકડા, તા.જાડોલ, જી.ઉદેપુર, રાજસ્થાન વાળો ઉપરોકત ગુન્હાના કામે અટક કરવાનો બાકી હોઇ અને સદર આરોપી હાલ ભીલોડા ત્રણ રસ્તા ઇડર મુકામે કાળા કલરનો શર્ટ તથા છીકણી કલરનું જીન્સ પહેરી ઉભેલ છે.” જે ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત અન્વયે બાતમી વાળી જગ્યાએ જતાં સદરી ઇસમ મળી આવતાં તેને પછુપરત કરી ખાતરી તપાસ કરતાં સદરી પ્રવિણ ઉર્ફે પીરો કાન્તીલાલ કમજીભાઈ ડામોર, રહે.ચોકલી ચાલી બોકડા, તા.જાડોલ, જી.ઉદેપુર, રાજસ્થાનનાનો વિજયનગર પોલીસ સ્ટેશન સી. પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦પપ૨પ૦૨૩૯/૨૦૨૫ પ્રોહી ક.૬પએઈ મુજબના ગુન્હામાં નાસતા ફરતા હોવાનું જણાઇ આવતાં સદરી નાસતા ફરતા આરોપીને પકડી આગળની ઘટતી કાર્યવાહી સારૂ નજીકના ઇડર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.

આમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા સાબરકાંઠા જીલ્લાના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા રાજય બહાર રાજસ્થાન રાજયના આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.

Back to top button
error: Content is protected !!