SABARKANTHA

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબશ્રી સાબરકાંઠાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.કરંગીયા સાહેબ એલ.સી.બી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.પી.રાણા એલ.સી.બી તથા અ.પો.કો ગોપાલભાઈ પ્રવિણભાઇ તથા અપો.કો વિક્રમસિંહ મંગળસિંહ તથા અ.પો.કો પ્રવિણસિંહ ચતુરસિંહ નાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતાં. દરમ્યાન અ.પો.કો વિક્રમસિંહ તથા અ.પો.કો પ્રવિણસિંહ નાઓને બાતમીદારથી સંયુક્ત બાતમી મળેલ કે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન જી.અરવલ્લી સી.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૮૨૧ ૦૫૭૮/૨૦૨૧ પ્રોહી એકટ ૭.૬૫(એ.ઈ) ૧૧૬(બી), ૯૮(૨) મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા ત્રણ વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી કપીલભાઇ લક્ષ્મણભાઇ મીણા રહે.પાલ દેવલ તા.ડુંગરપુર જી. ઉદેપુર રાજસ્થાન નાનો વાદળી કલરનો નાની ફુલભાતવાળો આંખી બોયનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને તે હિંમતનગર બસ સ્ટેન્ડ આગળ રોડ ઉપર ઉભો છે જે બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે હિંમતનગર બસ સ્ટેન્ડ આગળ રોડ ઉપર જતા બાતમી વાળો ઇસમ હાજર હોય જેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ કપીલભાઇ લક્ષ્મણભાઇ મીણા (કોટડ) ઉ.વ.૨૫ રહે,પાલ દેવલ તા.ડુંગરપુર જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ જેથી સદરી ઇસમને ઉપરોક્ત ગુન્હા બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકર્ડ તથા ઈ.ગુજકોપ એપ્લીકેશન આધારે તપાસ કરતા સદરી ઇસમ વિરૂધ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન જી.અરવલ્લી સી.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૮૨૧૦૫૭૮/૨૦૨૧ પ્રોહી એકટ ૬.૬૫(એ.ઈ),૧૧૬(બી). ૯૮(૨) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો હોવાનું જણાઇ આવેલ. જેથી સદરી નાસતા ફરતા આરોપી કપીલભાઇ લક્ષ્મણભાઇ મીણા (કોટડ) ઉ.વ.૨૫ રહે.પાલ દેવલ તા.ડુંગરપુર જી.ઉદેપુર રાજસ્થાનવાળાને મોડાસા રૂલર પોલીસ સ્ટેશન જી.અરવલ્લી સી.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૮૨૧૦૫૭૮/૨૦૨૧ પ્રોહી એકટ ક.૬૫(એ.ઈ.) ૧૧૬(બી). ૯૮(૨) મુજબના કામે ભારતીય નાગરીક સુરક્ષા સહિતા કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી સારૂ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન જી.અરવલ્લી ખાતે સોંપવા કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન જી.અરવલ્લીના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા

(પ્રતિક ભોઈ)

Back to top button
error: Content is protected !!