MALIYA (Miyana):માળિયા (મિ.) પીપળીયા ચાર રસ્તા નજીક અજાણ્યા ટ્રકે પદયાત્રીઓ હડફેટે લેતા ચાર મોત

MALIYA (Miyana):માળિયા (મિ.) પીપળીયા ચાર રસ્તા નજીક અજાણ્યા ટ્રકે પદયાત્રીઓ હડફેટે લેતા ચાર મોત
દિયોદર થરાદ થી દ્વારકા જતા પદયાત્રીઓને નડયો અકસ્માત
માળિયા મિયાણાના પીપળીયા ચાર રસ્તા નજીક આજે વહેલી સવારે પદયાત્રીકોને એક અજાણ્યા ટ્રકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 પદયાત્રીકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ચારેય પદયાત્રીઓ ઉત્તર ગુજરાતના દિયોદર અને કાકરેચ તાલુકાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ માળિયા મિયાણાના પીપળીયા જવાના રસ્તા નજીક શિવમ હોટલ પાસે આજે વહેલી સવારે 6:30 વાગ્યાના અરસામાં એક ટ્રક ચાલકે ઉત્તર ગુજરાતથી દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રીકોને હડફેટે લીધા હતા. જેમાં ઘટના સ્થળે જ 4 પદયાત્રીકોના મૃત્યુ થયા હતા. વધુમાં આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુલ 13 પદયાત્રીઓ 11 તારીખે અધગામથી પદયાત્રામાં નિકળા હતા. આ બધા પદયાત્રીઓ કૌટુંબિક ભાઈઓ તથા સગા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અકસ્માતમાં અમરાભાઈ લાલાભાઈ ચૌધરી (ઉ.વ. 60) અને ચૌધરી ભગવાનભાઈ લાલાભાઈ (ઉ.વ.65) બંને રહે. ગામ નવાગામ, તાલુકો દિયોદર તેમજ ચૌધરી હાર્દિક માળાભાઈ અને ચૌધરી દિલીપભાઈ રાયાભાઈ રહે. ગામ અધગામ, તાલુકો કાકરેચવાળાનું મોત નીપજ્યું હતું. જ્યારે નરસંગભાઈ સગથાભાઈ પટેલ ઉ.વ. 50 રહે. ગામ નવા દિયોદરને ઈજાઓ પહોંચી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ હોસ્પિટલે પહોંચી પીએમ C થાય અને તેમને તેમના વતન મૃતદેહ લઈ જવા માટે વ્યવસ્થા કરી આપી છે.







