HIMATNAGARSABARKANTHA
*મહાશિવરાત્રી ના પાવન અવસર પર ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે લોકડાયરો યોજાયો*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*મહાશિવરાત્રી ના પાવન અવસર પર ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે લોકડાયરો યોજાયો*
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને શ્રી સોમનાથ સેવા ટ્રસ્ટ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જીલ્લા ના મોડાસા ખાતે આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી ના પાવન અવસર પર તા. ૨૬/૦૨/૨૦૨૫ ના રોજ લોક ડાયરો યોજાયો હતો.
લોકડાયરાના આ કાર્યક્રમમાં લોક ગાયક સાગર પંચાલ,લોક સાહિત્યકાર જયદીપદાન ગઢવી, લોક ગાયિકા શીતલ નાયક અને લોક ગાયિકા પિન્કીબેન પટેલ પ્રસંગને અનુરૂપ શિવ ભક્તિ ના ભજનો, ગીતો અને સાહિત્યથી સમગ્ર ડાયરા રસિક પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મોટી સંખ્યામાં મોડાસાના નગરજનો હાજર રહી સમગ્ર કાર્યક્રમ સરસ રાતે નિહાળ્યો હતો.



