HIMATNAGARSABARKANTHA
હિંમતનગર ના છાપરીયા વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરમાં ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી

અહેવાલ :- પ્રતિક ભોઈ
હિંમતનગર ના છાપરીયા વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરમાં ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી, આ પ્રસંગે સાબરકાંઠા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માં ભગવાન પરશુરામની પ્રતિમા નું પૂજન કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં સાબરકાંઠા બ્રહ્મ સમાજના પ્રમુખ મનોજભાઈ પુરોહિત તેમજ હિંમતનગર બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ જાની, તેમજ સર્વાનંદભાઈ ભટ્ટ,, જયંતભાઈ જોશી, મહેન્દ્રભાઈ રાવલ, હિંમતનગર નાગરિક સરકારી બેંકના ચેરમેન હિરેન ભાઈ ગોર, તેમજ મહિલાઓ રૂપલબેન પુરોહિત, અર્ચનાબેન ભટ્ટ, તેમજ વિશ્વ હિન્દુ પરિષદના નલિન ભાઈ પટેલ , હિતેશભાઈ પટેલ, સહિત સમાજના અગ્રણીઓએ તેમજ તમામ ભાઈઓ બહેનોએ બાળકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો,



