HIMATNAGARSABARKANTHA
હિંમતનગર તાલુકાના બંને નોડલની મિટિંગ આજે શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગર ખાતે યોજાઈ ગઈ

અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર તાલુકાના બંને નોડલની મિટિંગ આજે શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગર ખાતે યોજાઈ ગઈ જેમાં નોડલની કામગીરી વિશેની ચર્ચા કરવામાં આવી. વિશેષમાં 16 સપ્ટેમ્બર ના રોજ યોજાવનાર રક્ત દાન કાર્યક્રમ ની વિશેષ સમજૂતી શ્રી ગજેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવી. અને વધુમાં વધુ રક્ત દાન કરી અને કરાવી કાર્યક્રમ ને સફળ બનાવાનો સંકલ્પ બંને નોડલ દ્વારા લેવામાં આવ્યો.


