સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકો માટીના 50000 થી વધુ દીવડા પર સુંદર પેઇન્ટિંગ કરી શણગારીને પર્વમાં તેનું વેચાણ કરે છે

અહેવાલ:- પ્રતિક
દિવાળીના પર્વમાં અજવાળું પાથરતા હિંમતનગરના માનસિક દિવ્યાંગ બાળકો સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકો માટીના 50000 થી વધુ દીવડા પર સુંદર પેઇન્ટિંગ કરી શણગારીને પર્વમાં તેનું વેચાણ કરે છે
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા જ્યાં કોઈપણ પ્રકારની ફી વગર માનસિક દિવ્યાંગ બાળકોની શાળા સાથે હોસ્ટેલ ચલાવવામાં આવે છે આ સંસ્થામાં ૮ થી ૪૫ વર્ષ સુધીના સુધીના માનસિક દિવ્યાંગ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે અને ૮ થી ૪૫ વર્ષ સુધીની દીકરીઓને પ્રવેશ આપવામાં આવે છે
દિવાળી ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેવના દીધેલા આ સંસ્થાના માનસિક દિવ્યાંગ બાળકો દિવાળીનું અજવાળું પાથરવા ખૂબ જ સુંદર દીવડાનું નિર્માણ કરી રહ્યા છે આ બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે આ બાળકોને સતત પ્રવૃત્તિશીલ રાખવાની સાથે સાથે તે પોતે પગભર બને અને ભવિષ્યમાં આર્થિક ઉપાર્જન કરી શકે તે માટેની તાલીમ શિક્ષણ તથા પુન સ્થાપન આપવામાં આવે છે
વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ જણાવે છે કે આ સંસ્થાના 18 વર્ષથી ઉપરના બાળકોને વિવિધ વસ્તુઓનું નિર્માણ કરતા શીખવવામાં આવે છે આ દિવાળી નિમિત્તે આ બાળકો પાસેથી 50000 જેટલા દીવડા તૈયાર કરવામાં આવ્યા છે આ બાળકોને આત્મનિર્ભર બનાવવા ઉદ્દેશ્યથી આ તાલીમ આપવામાં આવે છે તેઓએ વધુ જણાવ્યું છે કે આ બાળકોએ બનાવેલા આ દીવડાઓ તેઓ સ્થાનિક કક્ષાએ વેચાણ કરે છે આ વેચાણ ના નફો કે ના નુકસાનના ધોરણે કરવામાં આવે છે 18 વર્ષથી ઉપરના બાળકોને પુનઃસ્થાપન માટે પગલુછણીયા મીણબત્તી કોડિયા તોરણ ઝુમ્મર કવર ફુલના બુકે તેમજ રાખડીયો બનાવવાની શીખવાડવામાં આવે છે આ બાળકોને આ રીતે નું શિક્ષણ આપવા માટે ખૂબ જ ધીરજ અને ખંત ની જરૂર પડે છે આ બાળકોની સાથે સતત રહીને કાર્ય કરવું પડે છે આવી પ્રવૃત્તિ કરવી આ બાળકોને બહુ જ ગમે છે પરંતુ તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે આ બાળકોના શણગારેલા દીવડા માંથી રેલાતો પ્રકાશ તેમના મનની પવિત્રતાનું પ્રતીક છે માનસિક રીતે દિવ્યાંગ બાળકોને કોઈપણ પ્રવૃત્તિ કરાવવી અને તેમાં પરોવી રાખવા ખૂબ જ મુશ્કેલ કામ છે આ બાળકો ખૂબ જ ચંચળ હોય છે સાથે એટલા જ સંવેદનશીલ હોય છે આ સંસ્થામાં 120 બાળકો રહે છે અને 20 માનસિક દિવ્યાંગ દીકરીઓ રહે છે તેમનું ઘર તેમની શાળા આ સંસ્થામાં જ છે તેવું કહી શકાય આ સંસ્થાના બાળકોએ અન્ય બાળકોની જેમ રમતગમતમાં ખૂબ જ આગળ છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થા હિંમતનગર સાબરકાંઠા તેમજ ગુજરાતનું નામ રોશન કરેલ છે




