SABARKANTHA
નાબાર્ડ બેન્કના આર્થિક સહયોગ થી શ્રી માનવ ઉત્થાન ટ્રસ્ટ દ્વારા શામળાજી ખાતે આજુ બાજુના ગામના ખેડૂતો માટે મેશ્વો ફાર્મસ પ્રોડયુસર કંપનીની રચના કરવામાં આવી

નાબાર્ડ બેન્કના આર્થિક સહયોગ થી શ્રી માનવ ઉત્થાન ટ્રસ્ટ દ્વારા શામળાજી ખાતે આજુ બાજુના ગામના ખેડૂતો માટે મેશ્વો ફાર્મસ પ્રોડયુસર કંપનીની રચના કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદેશ આદિવાસી વિસ્તારના સમુદાયોનુ આર્થિક જીવન સધ્ધર કરવું છે, તે અંતર્ગત આજ રોજ કંપનીના વિકાસના આયોજન માટે તેનો બિઝનેસ પ્લાન બનાવા માટે તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કંપનીના ભવિષ્યના વિકાસ માટે નક્કર આયોજન થઇ શકે, આ તાલીમમાં શ્રી માનવ ઉત્થાન ટ્રસ્ટના ડાયરેક્ટરશ્રી અમરસિંહ , મેશ્વો ફાર્મર પ્રોડયુસર કંપનીના ડાયરેક્ટર શ્રીઓ, સી. ઈ. ઓ અને તાલીમ નિષ્ણાંત તારીખે હિરેનભાઈ હાજર રહ્યા હતા


