SABARKANTHA
*એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગર એ.એસ.એસ.દ્વારા સાત દિવસીય ખાસ વાર્ષિક શિબિર યોજવામાં આવી.*

અહેવાલ:- પ્રતીક ભોઈ
*એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગર એ.એસ.એસ.દ્વારા સાત દિવસીય ખાસ વાર્ષિક શિબિર યોજવામાં આવી.*
એમ.એમ. ચૌધરી આર્ટસ કોલેજ, રાજેન્દ્રનગરમાં એન એસ.એસ. વિભાગ દ્વારા તા. ૬/૧/૨૦૨૫ થી ૧૨/૧/૨૫ દરમ્યાન *“સ્વરછ ભારત, આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત”* મોડાસા તાલુકાના રામપુર મુકામે યોજવામાં આવી. જે અંતર્ગત લોકસંપર્ક,ગ્રામસર્વે, વિવિધ વ્યાખ્યાનો, ગ્રામસફાઈ,સરકારી યોજનાઓ વિશે ગામલોકોને માહિતી, પર્યાવરણ જાળવણી,અંધશ્રદ્ધા નિવારણ,કુરિવાજ નાબૂદી,વ્યસનમુક્તિ ,કન્યા કેળવણી ,બેટી બચાવો અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા.તા.૧૨/૧/૨૦૨૫ના રોજ પૂર્ણાહૂતિ કાર્યક્રમ યોજાયો. સમગ્ર આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉ.મહેશ એન.પટેલ અને ડૉ પ્રજ્ઞેશ ડી ત્રિવેદીએ કર્યુ હતું.



