વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ વલસાડ,તા. ૨૯ મે, કેન્દ્ર સરકાર દ્વારા દિવ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ટીમમાં વલસાડના અતુલ ખાતે રહેતા ફૂટબાલ ખેલાડી આકાશકુમાર રણજીત રાઠોડની પસંદગી થતા વલસાડ જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યુ છે. તેમની આ સિધ્ધિ બદલ તેમના કોચ અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા. આકાશ છેલ્લા ૮ વર્ષથી ફૂટબોલમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યો છે. રાજ્ય કક્ષાની પણ અનેક ટુર્નામેન્ટમાં વલસાડને ગૌરવ અપાવ્યું છે.