SABARKANTHA
સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ આજે હિંમતનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ આજે હિંમતનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને ચાંદીપુર વાઈરસને લઈને સિવિલમાં વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી.ઈમરજન્સી,PICU,ગાયનેક વિભાગ,સીટી સ્કેન વિભાગ અને એમઆરઆઈ વિભાગ સહિતના વિભાગોમાં મુલાકાત લીધી ચાંદીપુર વાઈરસના કેસો અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી.સિવિલ હોસ્પીટલમાં વિવિધ વોર્ડમાં દર્દીઓ અને તેમના સગાઓ સાથે સંવાદ પણ કર્યો હતો અને અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી કરી સ્વચ્છતા બાબતે સૂચના આપી હતી


