HIMATNAGARSABARKANTHA

એસટી ડેપો ખેડબ્રહ્માના સનિષ્ઠ ભારતીય મજદૂર સંઘ ના પૂર્વ મહાસંઘ કારોબારી સભ્ય અને ડ્રાયવર કર્મચારી શ્રી ગોપાલસિંહ જી જેતાવત નિવૃત્ત થતાં હોઈ ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

અહેવાલ:- પ્રતિક ભોઈ

એસટી ડેપો ખેડબ્રહ્માના સનિષ્ઠ ભારતીય મજદૂર સંઘ ના પૂર્વ મહાસંઘ કારોબારી સભ્ય અને ડ્રાયવર કર્મચારી શ્રી ગોપાલસિંહ જી જેતાવત નિવૃત્ત થતાં હોઈ ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. . ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હિંમતનગર વિભાગના ખેડબ્રહ્મા એસટી ડેપોમાં કેટલાક વર્ષોથી સેવા આપતા શ્રી ગોપાલસિંહજી જેતાવત આજરોજ નિવૃત થતાં એસટી વિભાગના કર્મચારીઓ અને સગા સંબંધીઓ તેમજ આ ખેડબ્રહ્મા વિજયનગર વડાલી ઈડર વિસ્તારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સન્માનિત કરેલ હતા. આ પ્રસંગે કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર તાલુકાના મંત્રી શ્રી અને ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી શ્રી દિનેશ પી પટેલ ઉપસ્થિત રહી કર્મચારી અને કર્મયોગી તરીકે જે કામગીરી કરેલ શ્રી ગોપાલ સિંહજી જેતાવત ની કામગીરીને બિરદાવી હતી અને તમામ કર્મચારીઓને બદલી બઢતી અને બરતરફી જીવનમાં થતી રહે છે પરંતુ નિવૃત્તિ એ જીવનને અંતિમ સમયે પરિવાર સાથે નિભાવે અને આનંદમય જીવન જીવે તેવી શુભકામના પાઠવી હતી આ પ્રસંગે એટીઆઈ સુરેશભાઈ અને ટી આઈ અજીતસિંહ તેમજ રામસિંહ ભાઈ અને દિપસિંહ અને યશપાલસિંહ અને સિધ્ધરાજ શ્રી તેમજ ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિઓ શ્રી જોરાવરસિંહ વાઘેલા, નિતીનભાઈ પંડ્યા, પ્રવિણભાઈ સોલંકી, સરફરાઝભાઈ શેખ, મનસુરીભાઈ,સંજયભાઈ સોલંકી, કુ. ઉપલબેન સોલંકી તેમજ હોદ્દેદાર કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!