HIMATNAGARSABARKANTHA
*નમો કે નામ રક્તદાન કેમ્પ યોજાયો* વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના આગળના દિવસે સમગ્ર ગુજરાતમાં રક્તદાન કેમ્પ યોજાયો.
અહેવાલ:- પ્રતિક ભોઈ
*નમો કે નામ રક્તદાન કેમ્પ યોજાયો*
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના આગળના દિવસે સમગ્ર ગુજરાતમાં રક્તદાન કેમ્પ યોજાયો. જે અંતર્ગત શેઠ કે. ટી હાઈસ્કૂલ ખેડબ્રહ્મા મુકામે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવેલ જેમાં પ્રથમ રક્તદાન જ્યોતિ હાઈસ્કૂલના સુરેશકુમાર એસ પટેલે કરેલ.
આ ઉપરાંત એસટી ડેપો મેનેજર શ્રી રઘુવીરસિંહજી ચૌહાણ દ્વારા પણ રક્તદાન કરવામાં આવેલ ખેડબ્રહ્મા તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં ગુરુજીઓએ રક્તદાન કરેલ.
જ્યોતિ હાઈસ્કૂલ આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ નોડલ કન્વીનર રાજેન્દ્રસિંહ રહેવર, બિભાષભાઈ રાવલ, ડોક્ટર જે. યુ. પ્રજાપતિ, પી.બી. પટેલ, એચ.ડી પટેલ, પ્રાથમિક કન્વીનર સુરેશભાઈ પટેલ, વહીવટી પ્રમુખ વિજયસિંહ પરમાર, રશ્મિકાંત પટેલ, જયેશ જોશી, દીપેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.