અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ 2025 – આરોગ્ય જન-જાગૃતિ સાથે ભવ્ય ઉજવણી
11 જુલાઈ “વિશ્વ વસ્તી દિવસ” નિમિત્તે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુશ્કી આયુષ્યમાન આરોગ્ય મંદિર વિસ્તાર બેચરપુરા ખાતે આવેલી શામળાજી નર્સિંગ કોલેજ ખાતે વિશ્વ વસ્તી દિવસ ૨૦૨૫ નાં સ્લોગન “માં બનવાની ઉમર એ જ, જ્યારે શરીર અને મન તૈયાર હોય” હેઠળ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં માનનીય સ્ટેટ ઈમ્યુનાઈઝેશન ઓફિસર ડૉ. કમલેશ પરમાર સાહેબ દ્વારા રેલી ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ કાર્યક્રમ દરમિયાન માન.સાહેબ એ આરોગ્ય અને પરિવાર કલ્યાણના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને કાયમી અને બિનકાયમી પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ, સંતુલિત કુટુંબ અને આરોગ્યસભર જીવનશૈલીના લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અરવલ્લી, શામળાજી પ્રદેશ કેળવણી મંડળના મંત્રી નર્સિંગ કોલેજના આચાર્ય તાલુકા આરોગ્ય અધિકારી ભિલોડા, મેડિકલ ઓફિસર જાબચીતરીયા અને કુશ્કી , એસબીસીસી ટીમ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ બાદ આર્ય જ્યોતિ વિદ્યાલય, શામળાજી ખાતે TD વેક્સિનેશન સાઇટની મુલાકાત લઈ ચાલી રહેલ રસીકરણ કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી તેમજ બાળકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામળાજીની મુલાકાત દરમિયાન સગર્ભા માતાઓ અને ટીબી દર્દીઓને અપાતી પોષણ કીટ, સગર્ભાવસ્થા અને ડીલીવરી સેવાઓ તથા જાહેર આરોગ્ય કાર્યક્રમોની અમલવારી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વસ્તી નિયંત્રણ તથા આરોગ્ય સંબંધિત સેવાઓ અંગે સમજૂતી વધારવી અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો રહ્યો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વસ્તી નિયંત્રણ અને આરોગ્ય સંદેશા અંગે જનજાગૃતિ ફેલાવવી, તેમજ છેવાડાના લોકો સુધી આરોગ્ય સેવાઓનો બહોળો પ્રચાર અને પ્રસાર કરી, દરેક વ્યક્તિ સુધી આરોગ્યસૂક ક્ષમતાઓ સરળતાથી પહોંચી શકે તે નિશ્ચિત કરવાનો રહ્યો.