ગુજરાત મેડિકલ ઓફિસર્સ એસોસિએશન વર્ગ-2 (G.M.S) સાધારણ સભા માં નવનિયુક્ત સમિતિઓની રચના કરવામાં આવી

તારીખ- 29 /9 /2024 ના રોજ આણંદ મુકામે ગુજરાત ઈન સર્વિસ એસોસિએશન ( G.I D.A)
ગુજરાત મેડિકલ ઓફિસર્સ એસોસિએશન વર્ગ-2 (G.M.S)
સાધારણ સભા માં નવનિયુક્ત સમિતિઓની રચના કરવામાં આવી
(સી. ડી .એચ. ઓ) દાહોદ ડો ઉદય ટીલાવત ને પ્રમુખ સ્થાને ગુજરાત ના સમગ્ર ઇન સર્વિસ ડોક્ટરો ની ઉપસ્થિતિ માં દરેક જિલ્લા ઓ માં નવનિર્મિત સમિતિઓની રચના કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે (જી. એમ. ઈ. આર. એસ) હોસ્પિટલ મા કાર્યરત આસિસ્ટન્ટ (આર. એમ. ઓ) અને વિવિધ ચાર્જોના ઇન્ચાર્જ તરીકે કાર્યરત શ્રી ડોક્ટર વિપુલભાઈ જાની જે પ્રમાણે નામ છે તે જ પ્રમાણે વિપુલ પ્રમાણ માં કાર્ય કરવાની ક્ષમતા તેઓ માં દ્રશ્યમાન થાય છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 25 વર્ષથી ગ્રાઉન્ડ લેવલની આરોગ્ય અને તબીબી સારવાર આપી છે..
જો ગણાવા જઈએ તો ઘણી ઘણી ન શકાય વીણી વીણી ના શકાય એટલી અખૂટ પ્રસિધ્ધિઓ તેઓના નામે છે.
જુની સર પ્રતાપ સિવિલ હોસ્પિટલ માં ડોક્ટર વિપુલભાઈ જાની સાહેબે ગરીબ પીડીત શોષિત વંચિત અને દરેક સમાજ વ્યક્તિ ઓની આરોગ્ય લગતી સેવાઓ તેઓએ આપી છે અને સાબરકાંઠા જિલ્લાના અને મુખ્ય મથક હિંમતનગર કોરોના કાળ દરમિયાન શરૂઆત થી કોરોના જેવી ભયાનક બીમારી ના અંત સુધી જિલ્લાના નોડલ તરીકે તેઓએ 24/7 પોતાના પરિવાર ની અને પોતાના જીવન ની પરવાહ કર્યા વગર તેઓએ સમર્પિત ભાવનાથી સેવા આપી છે. આજરોજ તારીખ 4/10/2024 ના રોજ (જી. આઈ .ડી. એ) અને (જી.એમ.એસ) તારીખ- 29/9/2024 ના રોજ આણંદ ખાતે એસોસિએશનને નવનિર્મિત સમિતિઓની નવરચના કરવામાં આવી જેમાં જીએમઇઆરએસ હોસ્પિટલ હિંમતનગર ઇન્ચાર્જ (આર .એમ .ઓ ) અને વિવિધ ચાર્જના ઇન્ચાર્જ શ્રીમાન ડોક્ટર વિપુલભાઈ જાની ને (જી. આઈ. ડી. એ) અને ( જી.એમ.એસ ) જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક મળતા (આર.એમ.ઓ) સિન્હા મેડમ ની વિશેષ ઉપસ્થિતિ માં નર્સિંગ સ્ટાફ નિષ્ણાત તબીબો મેડિકલ ઓફિસરો તેમજ વિવિધ વર્ગ ના અધિકારીઓ દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા (ટી. એ. એન. આઇ) મેમ્બર જ્યોત્સના બેન ચૌધરી (ડી.એન.એસ ) પુષ્પાબેન પરમાર( એ. એન. એસ) સ્ટાફ અને સિનિયર જુનિયર નર્સિંગ સ્ટાફ દ્વારા ડોક્ટર વિપુલભાઈ જાની સાહેબ ને પુષ્પગુચ્છ અને પુષ્પ નિ માળાઓ પહેરાવી સન્માનિત કર્યા હતા હિંમતનગર જી. એમ. ઈ.આર.એસ હોસ્પિટલ મેડિકલ કોલેજ સર્વ સ્ટાફ દ્વારા તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી
અહેવાલ:- પ્રતિક ભોઈ



