બાળ કલ્યાણ સમિતિ સાબરકાંઠાની ત્રીમાસીક રીવ્યુ બેઠક માનનીય કલેક્ટર શ્રી સાબરકાંઠાના અધ્યક્ષ સ્થાને તારીખ 27 7 23 ને ગુરૂવારના રોજ મળી હતી

બાળ કલ્યાણ સમિતિ સાબરકાંઠાની ત્રીમાસીક રીવ્યુ બેઠક માનનીય કલેક્ટર શ્રી સાબરકાંઠાના અધ્યક્ષ સ્થાને તારીખ 27 7 23 ને ગુરૂવારના રોજ મળી હતી, આ બેઠકમાં બાળ કલ્યાણ સમિતિ સાબરકાંઠાના ચેરમેન શ્રી વિનાયક ભાઈ મહેતા સભ્ય શ્રી મહેન્દ્રસિંહ રાજપૂત સભ્ય શ્રી સંદીપભાઈ ભાવસાર અને સભ્ય સુ.શ્રી જાનકી બા રહેવર તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી મહેશભાઈ પટેલ, જિલ્લા બાળ કલ્યાણ અધિકારી શ્રી સુરેશભાઈ પાંડોર અને ચિલ્ડ્રન હોમના ઇન્ચાર્જ અધિક્ષક અને સભ્ય સચિવ શ્રી મુકેશ સોલંકી, ડેટા ઓપરેટર શ્રી ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા,બેઠકની શરૂઆતમાં માનનીય કલેક્ટરશ્રીને મહામહિમ રાષ્ટ્રપતિ ભારત સરકાર દ્વારા કરાયેલ સન્માન અને ભૂમિ સુધારણા અંગેની વિશિષ્ટ કામગીરી બદલ આપેલ “ભૂમિ”એવોર્ડ બદલ બાલ કલ્યાણ સમિતિ સાબરકાંઠા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, અને સમિતિ દ્વારા શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી અભિનંદન આપ્યા હતા. માનનીય કલેક્ટર શ્રી એ આ ત્રી માસિક બેઠકમાં cwc એ કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. cwc ચેરમેનશ્રીએ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીએ અને જિલ્લા બાળ કલ્યાણ અધિકારી શ્રીએ કામગીરીની વિશેષ છણાવટ કરી હતી અને બાલ કલ્યાણ સમિતિની કામગીરીની જાણકારી મા. કલેક્ટરશ્રીને આપી હતી.
અહેવાલ:- પ્રતિક ભોઈ


