પાટીદાર સમાજ વાડી- લેભોર ચોકડી સલાટપુર તા. તલોદ ખાતે એન એફ એસ એમ યોજના અંતર્ગત ન્યુટ્રિશિરિયલ કૃષિ પરિસંવાદ યોજાયેલ

અહેવાલ પ્રતીક ભોઈ {પ્રાંતિજ}
તારીખ – ૦૭/૦૧/૨૦૨૫ ના રોજ પાટીદાર સમાજ વાડી- લેભોર ચોકડી સલાટપુર તા. તલોદ ખાતે એન એફ એસ એમ યોજના અંતર્ગત ન્યુટ્રિશિરિયલ કૃષિ પરિસંવાદ યોજાયેલ
****
ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન મળી રહે અને તેમની આવક બમણી થાય ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં વિવિધ ખેડુતલક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી રોનકભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મોડેલ ફાર્મિગ અને મિશ્ર પાકો અંગે જાણકારી આપી હતી.
પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂત નટુભાઈ પટેલે પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવ ઉપસ્થિતિ ખેડૂતો સમકક્ષ રજૂ કર્યા હતા.
લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયુ હતું. તેમજ ઉપસ્થિત સૌએ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શન નિહાળ્યુ હતું.
આ કાર્યક્રમોમાં વેલ્યુ એડીશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકના વિષય પર પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં રેખાબા ઝાલા જિલ્લા સદસ્યશ્રી, કનકસિંહ ઝાલા સંગઠન પ્રમુખશ્રી તલોદ , રાકેશભાઈ પટેલ સંગઠન મહામંત્રીશ્રી , ગણપતસિંહ ઝાલા જિલ્લા સદસ્યશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ, કિસાનસંગ ના પ્રમુખશ્રી કોદરભાઈ પટેલ તથા તલોદ તાલુકા ના સદસ્યશ્રી હાજર રહ્યા હતા તેમજ કૃષિ વિભાગ ના શ્રી બી.જે જોષી જિલ્લા ખે. અધિકારી,શ્રી કે.જે.દેસાઈ ના. ખેં.ની વિસ્તરણ, ડી એમ પટેલ ના.બાગાયત.નિયામક શ્રી એન કે મકવાણા મ સંસોધન વેક્ષાનિક તાલુકાના અમલીકરણ અધિકારી શ્રી એચ આર પટેલ ,વિસ્તરણ અધિકારી તથા ગ્રામસેવક શ્રી તથા વિભાગ અધિકારીશ્રીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



