JUNAGADHJUNAGADH RURAL

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી 2025 : આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીત

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર કિરીટ પટેલને 17,581 મતોની જંગી સરસાઈથી હરાવી, વિસાવદરની જનતાનો ભરોસો જીત્યો છે. આ જીતે આમ આદમી પાર્ટીની લોકલાડી નીતિઓ અને ગોપાલ ઇટાલિયાના જનહિતના મુદ્દાઓ પરના અથાગ પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને કુલ 75,906 મત મળ્યા, જ્યારે ભાજપના કિરીટ પટેલને 58,325 મતો મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા ત્રીજા સ્થાને રહ્યા, જેમને માત્ર 5,491 મતો પ્રાપ્ત થયા. આ પરિણામો વિસાવદરની જનતાના આમ આદમી પાર્ટી પ્રત્યેના વધતા વિશ્વાસ અને ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતાનું પ્રમાણ છે. ગોપાલ ઇટાલિયાએ આ જીતને વિસાવદરની જનતાના સ્વાભિમાન અને પ્રતિષ્ઠાની જીત ગણાવી. તેમણે જણાવ્યું, “આ વિજય ખેડૂતો, યુવાનો અને સામાન્ય નાગરિકોનો છે, જેમણે ભ્રષ્ટાચાર અને ખોટા વાયદાઓ સામે અવાજ ઉઠાવ્યો. અમે વિસાવદરના વિકાસ અને જનતાની સમસ્યાઓ હલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પણ આ જીત પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “વિસાવદરની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભાજપને હરાવવાની તાકાત આમ આદમી પાર્ટીમાં છે. આ જીત એક યુદ્ધ હતું, જેમાં ગોપાલ ઇટાલિયા અને આપના કાર્યકર્તાઓએ નિડરતાથી લડાઈ લડી.”આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ સ્થાનિક મુદ્દાઓ જેવા કે રસ્તાઓની ખરાબ હાલત, ખેડૂતોની સમસ્યાઓ અને વિકાસના અભાવને મુખ્ય ચૂંટણી અભિયાનનો હિસ્સો બનાવ્યા. તેમની આક્રમક પ્રચાર શૈલી અને લોકો સાથેના સીધા સંવાદે મતદારોના દિલ જીતી લીધા. આ જીતે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની સ્થિતિને વધુ મજબૂત કરી છે. આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કાર્યકર્તાઓ, સમર્થકો અને વિસાવદરની જનતાનો હૃદયપૂર્વક આભાર માને છે, જેમણે આ ઐતિહાસિક જીતને શક્ય બનાવી. અમે વચન આપીએ છીએ કે વિસાવદરના વિકાસ અને જનતાના કલ્યાણ માટે અમારું સમર્પણ અડગ રહેશે.

Back to top button
error: Content is protected !!