HIMATNAGARSABARKANTHA

હિંમતનગર ખાતે પ્રોજેક્ટ ફોર ઇકો સિસ્ટમ રીસ્ટોરેશન ઇન ગુજરાત (PERG) અંતર્ગત ઉત્તર ગુજરાતના તમામ પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓનો એક-દિવસીય વર્કશોપ યોજાયો*

અહેવાલ:- પ્રતિક ભોઈ

*હિંમતનગર ખાતે પ્રોજેક્ટ ફોર ઇકો સિસ્ટમ રીસ્ટોરેશન ઇન ગુજરાત (PERG) અંતર્ગત ઉત્તર ગુજરાતના તમામ પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓનો એક-દિવસીય વર્કશોપ યોજાયો*
**
ગુજરાત રાજ્ય વન વિભાગ અને જાપન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્‍સી(JICA) ના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા પ્રોજેક્ટ ફોર ઇકો સિસ્ટમ રીસ્ટોરેશન ઇન ગુજરાત (PERG) અંતર્ગત ઉત્તર ગુજરાત સાથે સંકળાયેલા તમામ પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓ માટે સાબરકાંઠા વન વિભાગ દ્વારા હિંમતનગર ખાતે એક-દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ દરમ્યાન PERG પ્રોજેક્ટ અંતર્ગત નિષ્ણાંતો દ્વારા ફોરેસ્ટ લેન્‍ડ, ગ્રાસ લેન્‍ડ (ઘાસભુમિ) અને વેટલેન્‍ડ (જલ પ્લાવિત વિસ્તાર) ઇકો સિસ્ટમના વિકાસ, માનવ વન્યપ્રાણી ઘર્ષણ નિવારણ, ભુમિ અને ભેજ સંરક્ષણ(SMC) વાઇલ્ડ લાઇફ જેવી વિવિધ કામગીરીઓ અને તેના પડકારો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ દરમ્યાન હાજર રહેલ ઉપરોક્ત વિભાગોના પરિક્ષેત્ર વન અધિકારીઓએ તેમના દ્વારા કરવામાં આવેલ પોતાના કાર્યક્ષેત્રમાં થયેલ કામગીરીઓના પ્રેજેન્ટેશન અને અનુભવો રજુ કર્યા હતા.

આ કાર્યશાળામાં ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર PMU-PERG અને અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.કે. શ્રીવાસ્તવ,પ્રોજેક્ટ ડાયરેક્ટર PMU-PERG અને મુખ્ય વન સંરક્ષક ડૉ. કે શશીકુમાર,નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. શકીરા બેગમ,નાયબ વન સંરક્ષકશ્રી શ્રી એસ.એમ. ડામોર સહિત વિવિધ અધિકારીશ્રીઓ, પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
******

Back to top button
error: Content is protected !!