SABARKANTHA
ઇડર તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અતિ કુપોષિત બાળકોના સ્કેનિંગ કેમ્પનું આયોજન કરાયુ

*ઇડર તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અતિ કુપોષિત બાળકોના સ્કેનિંગ કેમ્પનું આયોજન કરાયુ*
****
સાબરકાંઠા જિલ્લામાં પોષણમાહની ઉજવણી અંતર્ગત આરોગ્ય વિભાગના સહયોગથી ઇડર તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અતિ કુપોષિત બાળકોના સ્કેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધી સાતમા રાષ્ટ્રીય પોષણમાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય સંરક્ષણના ઉદ્દેશેથી યોજાયેલા આ કેમ્પમાં બાળકોના પોષણકક્ષાને વધુ સારી અને સ્વસ્થ જીવન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં બાળકોના શારીરિક અને પોષણકક્ષાનું મૂલ્યાંકન,પોષણ સંબંધી માર્ગદર્શન તેમજ મેડિકલ તપાસ કરવામાં આવી હતી.
અહેવાલ:- પ્રતિક ભોઈ

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93

