પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુ શિષ્યમંડળનું શિષ્ય મિલન સમારોહ

અહેવાલ :- પ્રતિક ભોઈ
પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુ શિષ્યમંડળનું શિષ્ય મિલન સમારોહ તેમજ ગુરુ મહિમા સત્સંગ અને વારી યજ્ઞ તારીખ 6 4 2025 ચૈત્ર સુદ નોમ રામનવમી ના રોજ દામાવાસ કંપા ખાતે શ્રી પરષોત્તમભાઈ પોકાર અને વિનોદભાઈ પુંજાભાઈ માકાણી અને રતિ લાલ લદ્ધારામ પટેલ મહેસાણા અને વિઠ્ઠલભાઈ પોકાર લક્ષ્મીપુરા કંપા ના યજમાન પદે રાખેલ હોય જેમના આયોજનના ભાગરૂપે દામાવાસ કંપાના યુવાનો અને વડીલોની મીટીંગ રાખેલ જેમાં શિષ્ય મંડળના પૂર્વ પ્રમુખશ્રી અંબાલાલ એસ પોકારે દામાવાસ કમ્પાના શ્રી નિષ્કલંકી નારાયણ મંદિરના ભવ્ય પ્રોગ્રામ યાદ કરી સૌને અભિવાદન કરેલ અને મુખી શ્રી લખમશી બાપાએ સૌને ધાર્મિક કાર્ય માટે હંમેશા અગ્રેસર રહેવા જણાવેલ હતું અને વિઠ્ઠલમુખી એ યુવાનોને ગ્રામ સફાઈ સ્વચ્છતા અને દરેક ઘર શોભા સુશોભિત કરવા જણાવેલ હતું આ સાથે સાથે સંતોના સ્વાગત સાથે આપણા આદરણીય ઇષ્ટદેવ શ્રી રામ ભગવાનની શોભાયાત્રા પણ સાથે કાઢવાનું આયોજન કરેલ હતું આમ આ શિષ્ય મંડળ મિલન સમારોહ અને વારી યજ્ઞ કાર્યક્રમ ખૂબ જ ભાવ ઉત્સાહથી યોજાશે એવું આજની સભા દરમિયાન જણાઈ રહેલ હતું સ્વાગત પ્રવચન અને કાર્યક્રમનું સંકલન શ્રી પરષોત્તમ મુખી એ કર્યું હતું જય ગુરુદેવ વંદે માતરમ ભારત માતાકી જય





