વાગરા: ઓરા ગામના BEPL સોલાર પ્લાન્ટમાં ચોરી કરનાર 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

સમીર પટેલ, વાગરા
વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલા “BEPL” સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ વાયરની ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે.આ ગુનામાં પોલીસે ચોરી કરનાર અને ચોરીનો મુદ્દામાલ વેચાણ લેનાર મળીને પાંચ આરોપી ઓને ઝડપી પાડી 58 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એલ.સી.બીની ટીમો ગણપતિ ઉત્સવ અને ઇદે-એ-મિલાદના તહેવાર અનુસંધાને ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી,તે દરમ્યાન માહિતી મળી હતી.કે,વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી “BEPL” સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરીમાં ત્રણ ઈસમો સંડોવાયેલા હોવાની શક્યતા છે. અને તે ત્રણેય શક્તિનાથ ગરનાળાની બાજુમાં ઝુપડ્ડપટ્ટી પાસે ભેગા થયા છે.માહિતીના આધારે એલ.સી.બી.ટીમે તે સ્થળ પરથી શશીકાંત ઉર્ફે લાલો વિઠ્ઠલભાઈ રોહિત,અજય રમેશભાઇ રાઠોડ અને સંજય રમેશભાઇ વસાવાને ઝડપી પાડી એલ.સી.બી. કચેરી ખાતે લાવી તપાસ હાથ ધરી હતી.
આ અંગે પુછતાજ કરતા ત્રણેય ભાંગી પડ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે,તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી એક બીજાના પરીચયમાં હોય તરોએ ભેગા મળી વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી BEPL સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરવાનું નક્કી કર્યું હતું.ત્યારબાદ તેઓએ આરોપી સંજય વસાવાની મોટરસાયકલ લઈને ચોરી કરવા જતા અને છેલ્લા એક અઠવાડીયામાં ત્રણ વખત ચોરી કરી કેબલ વાયરના ગુંચળાં શક્તિનાથ ઝુપડ્ડપટ્ટી પાસે સળગાવી તેમાંથી કોપર ધાતુ અલગ કરી શેરપુરા ગામે તથા ભરૂચ શહેર કતોપોર બજારમાં આવેલા જનતા વાસણ ભંડારમાં વેચી દીધા હતા.
જેથી પોલીસે કોપર વાયર ખરીદનાર ઐયાઝ શેખ રહે શેરપુરા તથા અબ્બાસ ચુનારવાળા રહે મોટી પોસ્ટ ઓફીસની બાજુમાં ભરૂચનાઓને ઝડપી પાડી બન્ને પાસેથી 50 કિગ્રા.કોપરનો મુદ્દામાલ તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલી મોટર સાયકલ તેમજ આરોપીઓના ચાર મોબાઈલ મળી કુલ રૂ.58,390 નો મુદ્દામાલ કબ્જે કરી પાંચેય આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બી ડીવીઝન પોલીસ મથકમાં.સોંપવામાં આવ્યા છે.




