ડાંગ જિલ્લાનાં સાકરપાતળનાં બોરીગાવઠા ફળિયા ખાતે હનુમાનજી મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્ય સભાનાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા લેવામાં આવેલ છે.ત્યારે ડાંગ જિલ્લાનાં સાકરપાતળનાં બોરીગાવઠા ફળિયા ખાતે હનુમાનજી મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે.ડાંગ જિલ્લામાં 101 કરતા વધુ મંદિર બની ગયા છે.ત્યારે મકરસંક્રાંતિના શુભ દિવસે સવારે 9:30 કલાકે સાકરપાતળ ગામનાં બોરિગાવઠા ફળિયા ખાતે શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ સુરત તથા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન સુરતના સંયોજક ગોવિંદભાઈ ધોળકિયાનાં હનુમાનજીના મંદિર નિર્માણ યજ્ઞમાં એક વધુ સહયોગ આ સાકરપાતળ બોરિગાવઠા ફળિયા ખાતેના ગ્રામ જનોનો સહકાર મળેલ છે.જે નોંધનીય બાબત છે. આ ભૂમિ પૂજન કાર્યક્રમ પ્રસંગે ગામનાં આગેવાનમાં મંગલેશભાઇ ભોયે,ડાંગ ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત, નિવૃત્ત કેળવણી નિરીક્ષક સી.એસ. ભોયે, નિવૃત્ત સૈનિક પરશુરામભાઇ ભોયે, ગામના વડીલ હરિભાઈ ભોયે, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ગામનાં યુવાનો ,બહેનો,ભૂલકાંઓ મોટી સંખ્યામાં ઊપસ્થિત રહ્યા હતા..