AHAVADANG

ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકમાં કમોસમી માવઠો પડતાં ડાંગી ખેડૂતોની સ્થિતિ દયનીય બની..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી માવઠાએ દહેશત વર્તાવતા જનજીવન અસ્ત વ્યસ્ત બની જવા પામ્યુ હતુ…. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત છ દીવસથી કમોસમી માવઠાએ કહેર વર્તાવતા ડાંગી ખેડૂતોની સ્થિતિ દયનીય બની જવા પામી છે.ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની ઋતુમાં સમયાંતરે વાતાવરણમાં પલટો આવી જતા ડાંગી જનજીવન વિમાસણમાં મુકાયુ છે.ગતરોજ ડાંગ જિલ્લાનાં ગલકુંડ સહિત સરહદીય વિસ્તારમાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા કઠોળ સહિત શાકભાજીનાં પાકોને જંગી નુકશાન થયુ હતુ.આજરોજ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ગામડાઓમાં કમોસમી માવઠું પડતા સર્વત્ર પાણીની રેલમ છેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ પડતા ડાંગી ખેડૂતોનાં ફળફળાદી,કઠોળ,શાકભાજી સહિતનાં પાકોને જંગી નુકસાન થયુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે બુધવારે દિવસ દરમ્યાન ક્યારેક વાદળછાયુ વાતાવરણ તો ક્યારેક ગરમીનો માહોલ જોવા મળતા અહી વાતાવરણ દ્વિભાસી જોવા મળ્યુ હતુ..

Back to top button
error: Content is protected !!