SABARKANTHA

હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સાક્ષાત દુર્ગાનું સ્વરૂપ માની દીકરીઓનું નવરાત્રીમાં પૂજન.

અહેવાલ:- પ્રતિક ભોઈ

હિમતનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સાક્ષાત દુર્ગાનું સ્વરૂપ માની દીકરીઓનું નવરાત્રીમાં પૂજન..

નવરાત્રીના નવ દિવસમાં ૧૨ સ્થળોએ ૩૮૦ થી વધુ કન્યાઓનું પૂજન કરાયું.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શારદીય નવરાત્રી મહોત્સવ દરમિયાન હિંમતનગર શહેરની ૧૨ નવરાત્રી માંડવીઓમાં 9 દિવસમાં સાક્ષાત દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવતી ૩૮૦ થી વધુ કન્યાઓનું વિધિ વિધાન સાથે કન્યા પૂજન કરાયું હતું.

કન્યા સુરક્ષા, મહિલા સશક્તિકરણ અને ધર્મજાગૃતિ માટે નવરાત્રી મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને તેની ભગીની સંસ્થાઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નવરાત્રી મહોત્સવ દરમિયાન કન્યા પૂજન કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. શાસ્ત્રોમાં કરેલ ઉલ્લેખ અનુસાર નાની કન્યાઓને દુર્ગા સ્વરૂપ સાક્ષાત માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે કારણે જ વિવિધ સંગઠનો અને સ્વૈચ્છિક રીતે નવરાત્રી દરમિયાન કન્યા પૂજન કરી સાક્ષાત માતાજીની આરાધના કરાઇ હોવાની અનુભૂતિ કરાય છે.

રાષ્ટ્રીય બજરંગ દળના જિલ્લા પ્રમુખ કનકસિંહ ઝાલાએ જણાવ્યું કે નવરાત્રી મહોત્સવ દરમિયાન હિંમતનગર શહેરમાં મહાવીરનગર ,ખાનગી પાર્ટી પ્લોટમાં, મહાવીરનગર, બળવંતપુરા, મોતીપુરા ,બેરણારોડ , જલારામ મંદિર, સહિતના ૧૨ જેટલા અલગ અલગ ગરબા સ્થળોએ ૩૮૦ થી વધુ દુર્ગા સ્વરૂપ દીકરીઓનું વિધિવિધાન સાથે પૂજન કરાયું હતું અને તમામ દીકરીઓને યથાશક્તિ ભેટ પણ અપાઇ હતી.
નવ દિવસ દરમિયાન કરશભાઈ પરમાર, પ્રદિપસિંહ રાઠોડ, સંપતસિંહ રાજપુરોહિત, સુરેશભાઈ માલવીયા , જગતસિંહ પરમાર, અતુલભાઈ મકવાણા, દિનેશભાઈ સોનગરા, શૈલેષગીરી ગોસ્વામી, પ્રતિકભાઈ સોની, અનિલભાઈ વણઝારા,મયુરભાઈ ચોહાણ, હર્ષવર્ધનસિંહ ઝાલા, યશભાઇ દોશી, સુરેન્દ્રનાથજી ઓઘડ વગેરે સહિતના કાર્યકરો કન્યા પૂજનમાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!