ગુરુપૂર્ણિમાની ઉજવણી સ્વરૂપે ભાવ ભક્તિ અને શ્રદ્ધા સ્વરૂપે ગુરુશિષ્યની મહિમાને ઉજાગર કરતો મહોત્સવ ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ કંપા મુકામે ઉજવાયો..

અહેવાલ:- પ્રતિક ભોઈ
*ગુરુપૂર્ણિમા ઉત્સવ રાધીવાડ કંપા, ખેડબ્રહ્મા.* જગતમાં ગુરુ શિષ્યનો સબંધ એ મહાન છે. શિષ્ય થકી ગુરુજી મહાન બને છે અને ગુરુજીના આશીર્વાદ સતત શિષ્ય ઉપર રહેતા હોય છે.
એજ ઘટનાક્રમમાં રાધીવાડ કંપા મુકામે ભવયાતીભવ્ય ગુરુપૂર્ણિમાની ઉજવણી સ્વરૂપે ભાવ ભક્તિ અને શ્રદ્ધા સ્વરૂપે ગુરુશિષ્યની મહિમાને ઉજાગર કરતો મહોત્સવ ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ કંપા મુકામે ઉજવાયો.. જેમાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન નાની ઉંમરના અને વૈદિક જ્ઞાન ધરાવતા જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના પૂર્વ વિદ્યાર્થી એવા શ્રી રાધાદાસ કશ્યપજી મહારાજે ગુરુતત્વ શું છે અને જીવનમાં શા માટે ગુરુ કરવા જોઈએ તેનું સચોટ વર્ણન અને ઉદાહરણ સાથે વર્ણન કરી અને સમગ્ર હરિભક્તોને સાચી સમજ આપી હતી. સમગ્ર હરિભક્તો ભાવવિભોર થયેલ. આ પ્રસંગને દીપાવવા મોટી સંખ્યામાં અર્પણ, તર્પણ અને સમર્પણની ભાવનાથી હરિભક્તો જોડાયા હતા.. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલભાઈ પટેલ, ચીમન ભાઈ પટેલ, ચિરાગ ભાઈ પટેલ, વિમલ ભાઈ પટેલ તથા સૌ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે સૌએ પ્રસાદ ગ્રહણ કરેલ. જ્યોતિ ખેડબ્રહ્માના પૂર્વ વિદ્યાર્થી અને ભાગવત કથાકાર એવા રાધાદાસ કશ્યપ મહારાજને જ્યોતિ હાઇસ્કુલના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે ખૂબ ખૂબ વંદન સહ અભિનંદન સાથે આશીર્વાદ આપ્યા હતા.





