*પ્રાંતિજ-હરસોલ રોડ પર પડેલા ખાડાઓની મરામત કામગીરી કરાઈ*
અહેવાલ:- પ્રતિક ભોઈ
*પ્રાંતિજ-હરસોલ રોડ પર પડેલા ખાડાઓની મરામત કામગીરી કરાઈ*
****
વરસાદી ઋતુમાં સ્થાનિક નાગરિકોને માર્ગવ્યવહારમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય અને અવરજવર સતત ચાલુ રહે, તેવા હેતુથી સાબરકાંઠા જિલ્લામાં અસરગ્રસ્ત માર્ગોની સમારકામની કામગીરી ત્વરિત રીતે હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલને કારણે અસર પામેલા માર્ગોના ઝડપી સમારકામ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.રાજ્ય સરકારના આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ગ્રામીણ અને શહેરી માર્ગો ઉપર જરૂરિયાત મુજબ પ્રાથમિકતાના ધોરણે કામગીરી થઈ રહી છે.
જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ-હરસોલ રોડ પર પડેલા ખાડાઓની મરામત કામગીરી કરવામાં આવી હતી.
****