PRANTIJSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા માનવ મૃત્યુ સહાય ચુકવાઇ

વહિવટી તંત્રની સંવેદનશીલતા

સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા માનવ મૃત્યુ સહાય ચુકવાઇ
****
વીજળી પડવાથી જોરસિંગભાઇ સંગોડ મૃત્યુ પામતા વહિવટી તંત્ર પરીવારજનોની મદદે આવ્યું
****
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહિયલાના જોરસિંગભાઇ ભુરાભાઇ સંગોડ (મૂળ નિવાસી પાટીયા તા.ગરબાડા જી. દાહોદ) તા. ૨૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ વરસાદના કારણે વીજળી પડતા અકસ્માતે મૃત્યુ થયું હતું. જેની વહીવટી તંત્ર દ્વારા તરત નોંધ લેવાય અને તેમના પરિવારને માનવ મૃત્યુ સહાય યોજનાનો લાભ આપી તેમના પત્ની- પુત્રને રૂ. ચાર લાખની સહાય ચૂકવવામાં આવી હતી.
આ અકસ્માતની જાણ થતા જ ગામના તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળે જઈને પંચનામા અને અન્ય વહિવટી કામગીરીમાં મદદ આપી હતી. પરીજનોની આર્થિક સ્થિતિને જોતા વહિવટી તંત્ર દ્રારા બને તેટલી ઝડપી સહાય પરીવારને પહોંચાડવા માટે ભારે જહેમત લીધી હતી. સરકાર દરેક મુશ્કેલીમાં નાગરીકો સાથે છે તેનો નક્કર પુરાવો આપતા માત્ર આઠ જ દિવસમાં જોરસિંગભાઇના પત્નિ અને પુત્રને સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડ દ્રારા રૂ. ચાર લાખની સહાયનો ચેક તલોદ પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
આ સહાય મળતા પુત્ર વિજય સંગોડે રાજ્ય સરકાર અને વહિવટી તંત્રનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

અહેવાલ:- પ્રતિક ભોઈ પ્રાંતિજ

Back to top button
error: Content is protected !!